For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tuticorin Protest: રજનીકાંતે 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું

અભિનેતામાંથી નેતા બનેલા સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીન સ્ટરલાઇટ પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની બુધવારે હોસ્પિટલ જઈને મુલાકાત કરી હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અભિનેતામાંથી નેતા બનેલા સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીન સ્ટરલાઇટ પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની બુધવારે હોસ્પિટલ જઈને મુલાકાત કરી હતી. રજનીકાંતે મૃતક પરિવારને 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. તેમને જણાવ્યું કે તેઓ આ બાબતે વધારે ટિપ્પણી કરવા નથી માંગતા, પરંતુ સરકારે સાવધાન રહેવું જોઈએ. લોકો જોઈ રહ્યા છે. આ સરકાર માટે એક સબક છે. એટલું જ નહીં પરંતુ તેમને પોલીસ ફાયરિંગ કરવા માટે મંજૂરી આપતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ સખત પગલાં ભરવાની માંગ કરી છે.

rajinikanth

રજનીકાંતે પીડિતો પર થયેલા અત્યાચારોનો વિરોધ કર્યો અને તેમને ન્યાય અપાવવા માટે વિશ્વાસ આપ્યો. પીડિતો અને તેમના પરિવારે રજનીકાંતને તેમની સાથે થયેલી બર્બરતા વિશે જણાવ્યું. રજનીકાંતે કહ્યું કે પોલીસ ફાયરિંગમાં શામિલ વરિષ્ઠ અધિકારીઓને સજા મળવી જોઈએ. હમણાં માટે સરકારની કાર્યવાહી સંતોષજનક છે. પરંતુ રાજ્ય સરકારે તરત કાર્યવાહી કરવાની જરૂર હતી. આ પહેલા પણ રજનીકાંતે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી હતી.

તામિલનાડુ તુતીકોરીન માં એક સ્ટરલાઇટ કોપર કારખાનું બંધ કરવાની માંગને લઈને હિંસક પ્રદર્શન પછી મંગળવારે પોલીસ ફાયરિંગમાં 11 લોકોના જીવ ચાલ્યા ગયા. જયારે બીજા દિવસે બુધવારે ફરી હિંસા ભડકી અને તેમાં 2 લોકોના મૌત થયા અને 3 લોકો ઘાયલ થયા. તુતીકોરીન પોલીસ ફાયરિંગમાં અત્યારસુધી 13 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જયારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ હિંસા પછી આખા વિસ્તારમાં તણાવ છે અને ધારા 144 લગાવી દેવામાં આવી છે.

English summary
Rajinikanth announces Rs 2 lakhs each for the kin of victims who died in Tuticorin Protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X