રજનીકાંતે કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત કોષમાં 50 લાખ દાન આપ્યા
રજનીકાંતે કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત કોષમાં 50 લાખ દાન આપ્યા
દેશમાં કોરોનાનો કેર વરસાવ્યો છે. અત્યારસુધી લાખો લોકોના મોત થઈ ચૂક્યાં છે. કોરોના કાળમાં લોકોની મદદ કરવા માટે કેટલીય મોટી હસ્તીઓ આગળ આવી છે. સોમવારે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ આ યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમણે સોમવારે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલીનની મુલાકાત લીધી અને આ દરમ્યાન તેમણે કોરોના સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 50 લાખ રૂપિયા જમા કરાવ્યા. 50 લાખ રૂપિયા દાન કર્યા બાદ કબાલી એક્ટર રજનીકાંતે સ્ટાલિનની ઑફિસ બહાર મીડિયાને સંબોધિત કર્યા.

સીએમ રિલીફ ફંડમાં 50 લાખ આપ્યા
સાઉથના સિને જગમાં થલાઈવાના નામથી મશહૂર રજનીકાંતે હાલમાં કોરોનાવાયરસની રસીનો બીજો ડોઝ લીધો. સોમવારે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે મુલાકાત લીધી અને દાન આપ્યું. રજનીકાંત ઉપરાંત ભારતીય ફિલ્મ અભિનેતા સિવકાર્થિકેયન અને વેત્રી મારને પણ સીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું છે. બૉલીવુડ એક્ટર સોનૂ સૂદ અને અભિનેતા સલમાન ખાન પણ આગળ આવી લોકોની મદદ કરી રહ્યા છે.
સૌંદર્ય રજનીકાંતે પણ દાન આપ્યું
14મી મેના રોજ રજનીકાંતની દીકરી સૌંદર્ય રજનીકાંતે અને તેના પતિ વિશાગન, સસરા વનંગમુડી અને ભાભીએ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના સામે લડવા માટે સીએમ રાહત કોષમાં 1 કરોડથી વધુ રૂપિયાનું દાન આપ્યું.












Click it and Unblock the Notifications
