વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ જણાવી રહ્યું છે કે ભાજપનો પ્રભવ ઘટી રહ્યો છેઃ રજનીકાંત
પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ તમિલ મેગાસ્ટાર રજનીકાંતે કહ્યું કે સત્તાધારી પાર્ટી પોતાનો પ્રભાવ ગુમાવી રહી છે. સુપર સ્ટાર રજનીકાંતે ભાજપની હાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાંચ રાજ્યોના પરણામ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. ભાજપની હાર તેમના માટે મોટો ઝટકો છે. જણાવી દઈએ કે રજનીકાંતને પીએમ મોદીના મોટા સપોર્ટર માનવામાં આવે છે.
એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર તેમના માટે મોટો ઝટકો છે. જ્યારે સુપરસ્ટાર કમલ હસને પણ જનાદેશનું સન્માન કર્યું છે. કમલ હસને કહ્યું કે આ જનતાનો ન્યાય છે. એઆઈએડીએમકે નેતા એમકે સ્ટાલિને પણ જનાદેશનું સન્માન કરતાં રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી.
રજનીકાંતનો અંગત રાજનૈતિક ઝુકાવ ભાજપ તરફ છે. તાજેતરમાં જ રજનીકાંતે નિવેદન આપ્યું હતું કે હું આ સમયે ભાજપ અથવા પીએમ મોદીને લઈને કોઈ નિવેદન આપવા નથી માંગતો. હા, જો 10 પાર્ટી કોઈ વિરુદ્ધ એકઠી થઈ રહી છે તો તમે સમજી શકો છો કે કોણ વધુ તાકાતવર છે. ભાજપ સાથેના ગઠબંધન પરના સવાલ પર રજનીકાંતે કહ્યું કે સમય આવતાં બઘું ઠીક થઈ જશે.
મધ્ય પ્રદેશ વિધાનસભાઃ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, રાજ્યપાલને મળવા સમય માગ્યો