For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન્યો

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલી દોષિત નલિની શ્રીહરને હાલમાં જ પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ માટે 6 મહિનાની પેરોલ માંગી હતી.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલી દોષિત નલિની શ્રીહરને હાલમાં જ પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ માટે 6 મહિનાની પેરોલ માંગી હતી. ત્યારબાદ હવે નલિનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પેરોલનો વિરોધ નહી કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. જો કે નલિનીએ છ મહિનાની પેરોલ માટે દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે નલિની પૂર્વ પીએમની હત્યાના ગુનામાં 25 વર્ષોથી જેલમાં બંધ છે.

વાંધો ન દર્શાવવા બદલ રાહુલ ગાંધીનો આભાર

વાંધો ન દર્શાવવા બદલ રાહુલ ગાંધીનો આભાર

news 18 એ પત્રો દ્વારા નલિની શ્રીહરન સાથે વાત કરી હતી. આ પત્રોમાં નલિનીએ કહ્યુ કે તે પોતાની દીકરીને કહેવા ઈચ્છે છે કે તે અને તેના પિતા જલ્દી પાછા આવશે અને શાંતિથી રહેશે. વેલ્લોરની સ્પેશિયલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલ નલિનીએ માફી આપવા અને મુક્તિ માટે વાંધો ન દર્શાવવા બદલ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો. વાસ્તવમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ નલિનીને મુક્ત કરવા પર કોઈ વાંધો નહિ દર્શાવે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પહેલા જ આ મામલે દોષિત લોકોને માફ કરવાની વાત કરી ચૂક્યા છે. પ્રિયંકા તો આ મામલે આરોપીને મળવા જેલમાં પણ ગઈ હતી.

આ પણ વાંચોઃકોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારીઆ પણ વાંચોઃકોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારી

સુપ્રિમ કોર્ટે તમિલનાડુના ગવર્નરને દયા અરજી પર વિચાર કરવા માટે કહ્યુ

સુપ્રિમ કોર્ટે તમિલનાડુના ગવર્નરને દયા અરજી પર વિચાર કરવા માટે કહ્યુ

નલિનીએ પત્રમાં લખ્યુ કે હું કેન્દ્ર સરકારને પ્રાર્થના કરુ છુ કે તેઓ તેની સાથે નરમાશથી વર્તે. મારા જીવનમાં ઘણો પીડાદાયક સમય રહ્યો છે અને હું તે પીડાને ભૂલવા ઈચ્છુ છુ. હું મારી બાકીની જિંદગી પોતાની દીકરી સાથે રહેવા ઈચ્છુ છુ. તમને જણાવી દઈએ કે તમિલનાડુ સરકાર પહેલા જ આ મામલે બધા સાત દોષિતોને મુક્ત કરવાનો ઈશારો આપી ચૂકી છે. ગયા ગુરુવારે સુપ્રિમ કોર્ટે તમિલનાડુના ગવર્નગને આ મામલે એક અન્ય દોષિત એ જી પેરારીવલનની દયા અરજી પર વિચાર કરવા માટે કહ્યુ હતુ.

રાહુલને એલટીટીઈ પ્રમુખ પ્રભાકરનના મોતથી દુખ થયુ

રાહુલને એલટીટીઈ પ્રમુખ પ્રભાકરનના મોતથી દુખ થયુ

આના પર પ્રતિક્રિયા આપતા તમિલનાડુના કાયદામંત્રી સી વી શનમુગમે પણ કહ્યુ હતુ કે આ બાબતે જયલલિતાનું સ્ટેન્ડ પણ એ જ હતુ કે સાતે દોષિતોને મુક્ત કરી દેવામાં આવે. વળી બીજી તરફ તમિલનાડુ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ થિરુનાવુક્કરસર સુપ્રિમ કોર્ટ દ્વારા દોષિતોને માફી આપવાના પક્ષમાં નથી. આ સાથે થિરુનાવુક્કરસરે એ પણ કહ્યુ કે આ મારી વ્યક્તિગત વિચાર છે. પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમની આની સામે કોઈ વાંધો નથી. હાલમાં જ જર્મનીના પ્રવાસ પર તેમણે કહ્યુ હતુ કે તેમને અને તેમની બહેનને એલટીટીઈ પ્રમુખ પ્રભાકરનના મોતથી દુખ થયુ હતુ.

આ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોની ભીડમાં ઘૂસી અસલી પત્થરબાજોને પકડ્યા પોલિસેઆ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોની ભીડમાં ઘૂસી અસલી પત્થરબાજોને પકડ્યા પોલિસે

English summary
rajiv Gandhi Assassin Nalini Sriharan Thanks Rahul Gandhi for Not Opposing Release
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X