
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતિ પર વીર ભૂમિ પહોંચ્યા રાહુલ, પ્રિયંકા
દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતિ પર આજે તેમની સમાધિ સ્થળ વીર ભૂમિ પર સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને પૂર્વ પ્રધામંત્રી મનમોહન સિંહ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ પણ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ રાજીવ ગાંધીની જયંતિ પર તેમને શ્રધ્ધાંજલિ આપી. ઉપરાંત અશોક ગેહલોત સહિત ઘણા અન્ય નેતાઓએ પણ તેમને શ્રધ્ધાંજલિ આપી. તમને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944 માં થયો હતો. તે દેશના છઠ્ઠા અને સૌથી યુવા પ્રધાનમંત્રી હતા. વર્ષ 1984 માં જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી ત્યારે તેમના પુત્ર રાજીવ ગાંધીએ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને દેશના પ્રધાનમંત્રી બન્યા.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા શિરોમણિ અકાલી દળનું મોટુ એલાન
વળી, 21 મે 1991 ના રોજ જ્યારે રાજીવ ગાંધી સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા તમિલનાડુના શ્રીપેરંબદૂર પહોંચ્યા ત્યારે એક ભયંકર બોમ્બ વિસ્ફોટમાં તેમની હત્યા કરી દેવામાં આવી. રાજીવ ગાંધીનું પ્રારંભિક શિક્ષણ દેહરાદૂનમાં થયુ જ્યારે 1961 માં તેઓ લંડન ગયા અને ત્યાં ઈમ્પીરિયલ કોલેજ, કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ. ત્યારબાદ તેઓ પોતાની માતા ઈન્દિરા ગાંધીના પ્રધાનમંત્રી બન્યા બાદ વર્ષ 1966 માં ભારત આવ્યા.
આ પણ વાંચોઃ હસીન જહાંની માંગ કોર્ટે ફગાવી, શમી 7 લાખ નહિ પુત્રીને આપશે 80 હજાર/માસ