• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજકારણમાં આવવા નહોતા માંગતા રાજીવ ગાંધી, પણ હાલાતે સીધા PM બનાવી દીધા

|

ભારતમાં કોમ્પ્યૂટર ક્રાંતિ લાવનાર પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતિ છે. આ અવસર પર કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કેટલાય અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. પ્રિયંકા ગાંધી સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ જોવા મળ્યા. આ તમામે દિલ્હીમાં સ્થિત રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ પહોંચી તેમને નમન કર્યાં. પીએણ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી પૂર્વ પીએમને યાદ કર્યા. પીએણ મોદીએ ટ્વીટમાં લખ્યું, 'પૂર્વ પીએમ રાજીવ ગાંધીના જન્મદિવસ પર તેમને મારી શ્રદ્ધાંજલિ.'

રાજીવ ગાંધીનો જન્મ

રાજીવ ગાંધીનો જન્મ

રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધીના દીકરા હતા. 1984માં ઈન્દિરા ગાંધઈની હત્યા બાદ 1984-1989માં તેઓ પીએમ બન્યા હતા. રાજીવ ગાંધીએ દેહરાદૂનના પ્રતિષ્ઠિત દૂન સ્કૂલથી અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમમે લંડનના ઈમ્પીરિયલ કોલેજમાં એડમિશન લીધું અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીથી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો.

પીએમ બનતાં પહેલાં પાયલોટ હતા

પીએમ બનતાં પહેલાં પાયલોટ હતા

ભારત પરત ફર્યા બાદ તેમણે કોમર્શિયલ પાયલટનું લાઈસેન્સ હાંસલ કર્યું અને ઈન્ડિયન એરલાઈન્સમાં પાયલટ તરીકે કામ કરવા લાગ્યા. રાજીવ ગાંધીને ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન ક્રાંતિનું શ્રેય આપવામાં આવે છે. તેમણે ઈકોનોમીના ઉદારીકરણ અને સરકારી નૌકરશાહીમાં સુધારો લાવવા માટે કેટલાંય પગલાં ભર્યાં. વર્ષ 1965માં રાજીવ ગાંધીની મુલાકાત ઈટલીમાં સોનિયા ગાંધી સાથે થઈ અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધાં.

રાજનીતિમાં આવવા નહોતા માંગતા

રાજનીતિમાં આવવા નહોતા માંગતા

જો રાજીવ ગાંધીના નાના ભાઈ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં નિધન ન થયું હોત તો રાજીવ ગાંધી રાજનીતિમાં ક્યારેય આવવા નહોતા માંગતા. 23 જૂન 1980ના રોજ જ્યારે સંજય ગાંધીનું પ્લેન ક્રેશ થયું તે બાદ રાજીવ ગાંધીની જિંદગી બદલાઈ ગઈ અને તેઓ રાજનીતિમાં ઉતરી ગયા. જૂન 1981માં અમેઠી લોકસભા પેટાચૂંટણઈમાં તેમણે જીત હાંસલ કરી. તેમને 2 લાખ 58 હજાર 884 વોટ મળ્યા હતા સંજય ગાંધીના નિધન બાદ આ સીટ પર પેટાચૂંટણી થઈ હતી. તે મહિને જ તેઓ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મેમ્બર પણ બન્યા હતા.

એ ઘટના જેનાથી બનાવી દીધા વડાપ્રધાન

એ ઘટના જેનાથી બનાવી દીધા વડાપ્રધાન

31 ઓક્ટોબર 1984ના રોજ ભારતીય રાજનીતિમાં જે થયું તે અંગે કોઈએ વિચાર્યું પણ નહિં હોય. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ઈન્દિરા ગાંધીને બે સિખ બૉડીગાર્ડે ગોળી મારી દીધી. જ્યારે આ ઘટના થઈ ત્યારે રાજીવ ગાંધી કોલકાતામાં હતા. તેમની માતાની હત્યાની થોડી કલાકો બાદ સરકાર બૂટા સિંહ અને તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહે તેમને વડાપ્રધાન બનવા માટે કહ્યું. પદ સંભાળ્યા બાદ તેમણે રાષ્ટ્રપતિથી સંસદ ભંગ કરાવી બીજીવાર ચૂંટણી કરાવવા કહ્યું. રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત હાંસલ કરી. ત્યારે કોંગ્રેસને 414 સીટ મળી હતી. 40 વર્ષની ઉંમરમાં 31 ડિસેમ્બર 1984ના રોજ રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા પીએમ બન્યા.

શ્રીલંકામાં થયો હતો હુમલો

શ્રીલંકામાં થયો હતો હુમલો

રાજીવ ગાંધી 1987માં શ્રીલંકાના પ્રવાસે ગયા હતા ત્યારે શ્રીલંકાઈ નેવીના એક જવાને રાઈફલની બટથી તેમના પર હુમલો કર્યો હતો. આ એવા સમયે થયું જ્યારે શ્રીલંકામાં શાંતિ સેના મોકલ્યા બાદ રાજીવ ગાંધી આ પાડોસી દેશના પ્રવાસ પર ગયા હતા. જ્યારે તેઓ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે જ રોહાના વિજેમુની નામના એક જવાને તેમના પર હુમલો કરી દીધો. જો કે ઘટનાને પગલે તેમને કોઈ ઈજા નહોતી પહોંચી.

ઈસરોને મળી સફળતા, ચંદ્રયાન-2 એ પાર કરી મુશ્કેલી, પહોંચ્યુ ચંદ્રની કક્ષામાં

બોમ્બ બ્લાસ્ટમાં થયું મોત

બોમ્બ બ્લાસ્ટમાં થયું મોત

પ્રધાનમંત્રી રહેતા શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાને લઈ આતંકી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ (LTTE) રાજીવ ગાંધીનું દુશ્મન બની ગયું. તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991ના રોજ તેમને બોમ્બથી ઉડાવી દીધા. આત્મઘાતી હુમલાખરને ખુદ રાજીવ ગાંધીએ પોતાની પાસે આવવાની મંજૂરી આપી હતી.

English summary
rajiv gandhi does not wanted to enters in politics but circumstances made him directly pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more