For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહે શહિદોના પરિવારની મદદ માટે વેબસાઈટ લોન્ચ કરી!

રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ કોમ્પ્લેક્સમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આર્મ્ડ ફોર્સીસ વોર કેઝ્યુઅલ્ટી વેલફેર ફંડમાં યોગદાન માટે 'મા ભારતી કે સપૂત' વેબસાઇટ લોન્ચ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ કોમ્પ્લેક્સમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આર્મ્ડ ફોર્સીસ વોર કેઝ્યુઅલ્ટી વેલફેર ફંડમાં યોગદાન માટે 'મા ભારતી કે સપૂત' વેબસાઇટ લોન્ચ કરી છે. આ પોર્ટલ દ્વારા શહીદોના પરિવારોને સીધી મદદ કરી શકાશે.

Rajnath Singh

AFBCWF એ ટ્રાઇ-સર્વિસ ફંડ છે, જેનો ઉપયોગ યુદ્ધ અથવા ઓપરેશન દરમિયાન શહીદ થયેલા અથવા ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકોના પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે થાય છે.

વેબસાઈટ લોન્ચ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પડકારોનો સામનો કરીને સશસ્ત્ર દળોની ત્રણેય સેનાઓએ તેમની ફરજ ખંતપૂર્વક નિભાવી છે અને સૈનિકો આ ભવ્ય પરંપરાનો આધાર છે. આ વેબસાઈટ પારદર્શક અને સરળ રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે.

આ વેબસાઈટ લોકોને ઓનલાઈન ફંડમાં સીધું યોગદાન આપવા સક્ષમ બનાવશે. યોગદાનનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોના બહાદુર સૈનિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

એક ટ્વિટમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સશસ્ત્ર દળો યુદ્ધ કેઝ્યુઅલ્ટી વેલ્ફેર ફંડમાં યોગદાન આપવા માટે વેબસાઈટ 'મા ભારતી કે સપૂત' લોન્ચ કરવામાં આવી છે. હું બધાને અપીલ કરું છું કે આ ફંડમાં ઉદારતાથી યોગદાન આપો અને ભારતના નાયકોના પરિવારોને ટેકો આપો. તેમને સમર્થન આપવું એ આપણી નૈતિક ફરજ છે.

English summary
Rajnath Singh launched a website to help the families of martyrs!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X