લદ્દાખ પહોંચ્યા રક્ષામત્રી રાજનાથ સિંહ, LAC- LOC પણ જશે
નવી દિલ્હીઃ ભારત- ચીન સીમા વિવાદ વચ્ચે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસીય પ્રવાસ પર લદ્દાખ પહોંચ્યા છે, આ દરમિયાન રક્ષા મંત્રી LAC અને LOC પણ જશે અને ત્યાના હાલાતનો રિપોર્ટ લેશે, આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ભૂદળના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર રહેશે. ખુદ રક્ષામંત્રીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.
તેમણે ટ્વીટર પર લખ્યું કે હું બે દિવસયી લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની યાત્રા પર લેહ જવા માટે રવાના થઇ ચૂક્યો છું, હું સીમા પરની સ્થઇતિની સમીક્ષા કરવા અને ક્ષેત્રમાં તહેનાત સશસ્ત્ર બળના જવાનો સાથે વાતચીત કરવા માટે આગળના ક્ષેત્રનો પ્રવાસ કરીશ.
3 જુલાઇએ પ્રવાસ રદ્દ થયો હતો
જણાવી દઇએ કે 3 જુલાઇએ રક્ષામત્રી રાજનાથ સિંહ લેહ-લદ્દાખનો પ્રવાસ કરવાના હતા પરંતુ અચાનક પ્રવાસ રદ્દ થયો અને તેમની જગ્યાએ પીએમ મોદી લેહ- લદ્દાખ પહોંચ્યા હતા.
Delhi: Defence Minister Rajnath Singh leaves for Leh on a two-day visit to Ladakh and Jammu&Kashmir. He is being accompanied by Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General Manoj Mukund Naravane. He will visit Ladakh today and Srinagar tomorrow. pic.twitter.com/sc3tzLOJn3
— ANI (@ANI) July 17, 2020
વિદેશ મંત્રાલયે મહત્વની જાણકારી આપી
ઉલ્લેખનીય છે કે ભારત તરફથી ગુરુવારે કહેવામાં આવ્યું કે ચીન સાથે તણાવ ચાલુ છે, બંને પક્ષોએ એલએસીથી સૈનિકો હટાવવા અને ભારત-ચીન સીમા ક્ષેત્રોથી ડી-એસ્કેલેશન પર સહમતિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દક્ષિણ ચીન સાગરને લઇ કહ્યું કે ભારત હંમેશાથી શાંતિ અને સ્થિરતાના પક્ષમાં રહ્યું છે. જ્યારે પાકિસ્તાન માટે અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાક પીઓકેમાં ડાયમર બાશા બાંધું નિર્માણ કરી રહ્યું છે જેનાથી કાશ્મીર અને લદ્દાખમાં પૂર આવી શકે છે. પાકિસ્તાને ભારતના ભાગ પર જબરદસ્તીથી કબજો કર્યો છે, એવામાં ત્યાં બદલાવ બિલકુલ યોગ્ય નથી.અમે