For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી રાજનાથ સિંહે અંધ BSF જવાન સાથે લીધું લંચ

ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં પોતાના આંખોનું તેજ ગુમાવી ચૂકેલા બીએસએફ જવાનના ઘરે પહોંચ્યા રાજનાથ સિંહ.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગૃહમંત્રી રાજનાથ સિંહ ની એક જ પહેલથી તેમણ દેશવાસીઓનું મન જીતી લીધું છે. રાજનાથ સિંહ ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં પોતાના આંખોનું તેજ ગુમાવી ચૂકેલા બીએસએફ જવાનના ઘરે પહોંચ્યા હતા તેમની સાથે લંચ પણ લીધું હતું. ગૃહમંત્રીએ તેમની સાથે ઘણો સમય પસાર કર્યો હતો. તેમની આ પહેલથી બીએસએફ જવાન સંદીપ મિશ્રા પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

rajnath singh

ગૃહમંત્રી રાજનાથ સિંહ મધ્ય પ્રદેશ ના ટેકનપુર ખાતેની બીએસએફ એકેડમીની મુલાકાતે ગયા હતા. આ એકેડમીમાંથી ગ્રેજ્યૂએટ થનાર આસિસ્ટંટ કમાંડેંટની પાસિંગ પરેડમાં તેઓ હાજર રહ્યા હતા. તેમણે અહી બીએસએફ જવાન સંદીપ મિશ્રા અંગે પૂછપરછ કરી તથા પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે સંદીપ મિશ્રા અને તેમના પરિવાર સાથે 1 કલાકનો સમય પસાર કર્યો હતો અને તેમના આગ્રહને વશ થઇ તેમની સાથે લંચ પણ કર્યું હતું. તેમણે સંદીપના સાહસ અને શૌર્યના વખાણ કર્યા હતા, સાથે જ સંદીપ મિશ્રાના પત્ની ઇંદ્રાક્ષીના ત્યાગ અને સમર્પણના પણ વખાણ કર્યા હતા.

અહીં વાંચો - પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કારમો અકસ્માત, 7ના મોતઅહીં વાંચો - પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કારમો અકસ્માત, 7ના મોત

ઉલ્લેખનીય છે કે, આસામમાં ઉગ્રવાદીઓના હુમલામાં બીએસએફ સહાયક કમાન્ડેંટ સંદીપ મિશ્રા પોતાની આંખનું તેજ ગુમાવી બેઠા હતા. પરંતુ ઇંદ્રાક્ષીએ આમ છતાં 4 વર્ષ બાદ સંદીપ સાથે લગ્ન કર્યા હતા. આ બંન્નેની એક પુત્રી પણ છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહની આ પહેલથી તેમણે આ પરિવાર તથા અન્યોને ભાવુક કરી દીધા હતા. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સંદીપ મિશ્રા અને તેમના પત્નીનો ફોટો પણ શેર કર્યો હતો.

English summary
A BSF officer, who lost his eye-sight fighting insurgents, was in for a pleasant surprise on Saturday when Home Minister Rajnath Singh came to visit him and shared a meal with the family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X