For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી રાજનાથ સિંહનું સંસદમાં લખનઉ એન્કાઉટર અંગે નિવેદન

રાજનાથ સિંહે કહ્યું, સૈફુલ્લાહ પાસે 8 પિસ્તોલ, 6 કારતૂસ અને અન્ય સામગ્રી સહિત ત્રણ મોબાઇલ, ચાર સિમ કાર્ડ, બે વૉકી-ટૉકી અને કેટલીક વિદેશી મુદ્રાઓ મળી આવી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજથી સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે, જે 12 એપ્રિલ સુધી ચાલશે. અહીં ગૃહમંત્રી રાજનાથ સિંહે લખનઉમાં થેયલા આતંકી એન્કાઉન્ટર અંગે પોતાની વાત મુકી હતી. તેમણે ટ્રેનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે પણ વાત કરી હતી. રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સુરક્ષા એજન્સિઓના ઓપરેશન માટે બંન્ને રાજ્યોની સુરક્ષા એજન્સિઓના વખાણ કર્યા હતા.

રાજનાથ સિંહે કહ્યું કે, પોલીસે લખનઉ, ઇટાવા, કાનપુર અને ઓરૈયાના ઘણા વિસ્તારોમાં કાર્યવાહી કરી. એટીએસ દ્વારા ઘેરાબંધી કરી લખનઉના એક ઘરમાં છુપાયેલા આતંકવાદી સૈફુલ્લાહને પકડવાનો પર્યત્ન કરવામાં આવ્યો હતો. સૈફુલ્લાહે આત્મસમર્પણનો ઇનકાર કર્યા બાદ 12 કલાકની ભારે જહેમત કરી સૈફુલ્લાહને ઠાર મારવામાં આવ્યો.

અહીં વાંચો - 11 કલાક ચાલ્યું લખનઉ એન્કાઉન્ટર, ISIS આંતકી સૈફુલ્લાહ ઠારઅહીં વાંચો - 11 કલાક ચાલ્યું લખનઉ એન્કાઉન્ટર, ISIS આંતકી સૈફુલ્લાહ ઠાર

rajnath singh

સૈફુલ્લાહ બાદ આ મામલે અન્ય 6ની ધરપકડ

રાજનાથ સિંહે પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે, સૈફુલ્લાહ પાસે 8 પિસ્તોલ, 6 કારતૂસ અને અન્ય સામગ્રી સહિત ત્રણ મોબાઇલ, ચાર સિમ કાર્ડ, બે વૉકી-ટૉકી અને કેટલીક વિદેશી મુદ્રાઓ મળી આવી છે. એટીએસ કાનપુર દ્વારા આ મામલે અન્ય એક સંદિગ્ધની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઇટાવા અને ઓરૈયા ખાતેથી પણ એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હથિયાર સપ્લાય કરવાના મામલે આ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિઓની ધરપકડ થઇ છે.

અહીં વાંચો - કાનપુર છે આતંકવાદીઓના સ્લીપિંગ મોડ્યૂલનો નવો અડ્ડોઅહીં વાંચો - કાનપુર છે આતંકવાદીઓના સ્લીપિંગ મોડ્યૂલનો નવો અડ્ડો

સૈફુલ્લાહના પિતાના કર્યા વખાણ

આ મામલે સૈફુલ્લાહના પિતાની પ્રતિક્રિયા અંગે પણ રાજનાથ સિંહે વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે સૈફુલ્લાહના પિતાને તેમના દિકરાનું શબ સોંપવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'જે દેશનો ન થયો તે મારો કઇ રીતે થઇ શકે? તેણે કોઇ સારુ કામ કર્યું નથી, મારે એનું મોઢુ નથી જોવું. મેં આખી જિંદગી મહેનત કરી, પરિવારનું ભરણ-પોષણ કર્યું, પરંતુ સૈફુલ્લાહે મને સૌથી શરમજનક સ્થિતિમાં મુકી દીધો છે.' રાજનાથ સિંહે સૈફુ્લ્લાહના પિતાની પ્રતિક્રિયા અંગે તેમના વખાણ કર્યાં અને સાથે આખા સંસદે સૈફુલ્લાહના પિતાની આ વાતને તાળીઓથી વધાવી લીધી હતી.

narendra modi

પીએમ મોદીનું નિવેદન

રાજનાથ સિંહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ સંસદ શરૂ થતાં પહેલાં કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ચર્ચાનં સ્તર ઉપર આવશે, અમને જીએસટીમાં સફળતા મળવાની આશા છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ રાજ્યો અને પક્ષોએ આ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

English summary
Rajnath Singh in parliament on Lucknow encounter and budget session 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X