જો બ્રાહ્મણો થયા દૂર તો અટલના ગઢમાં નહીં ખીલી શકે રાજનાથનું ‘કમળ’

Google Oneindia Gujarati News

લખનઉ, 30 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા અટલ બિહારી વાજપાયીની વિરાસતના સહારે સંસદમાં પહોંચવાનો પ્રયત્ન કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ બ્રાહ્મણ અને મુસ્લિમ સમીકરણની ફાંસમાં ફસાઇ ગયા છે. રાજકીય વિશ્લેષકો અને જાણકારોની વાત માનીએ તો હાલના સમીકરણ રાજનાથ વિરુદ્ધ દેખાઇ રહ્યાં છે, કારણ કે બ્રાહ્મણોના મત ભાજપથી દૂર થયા તો રાજનાથનો પરાજય નિશ્ચિત છે.

rajnath-singh-lucknow-loksabha-01
ઉત્તર પ્રદેશના પાટનગરમાં વિરોધીઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથની ઘેરાબંધી સારી રીતે કરી છે. બહુજન સમાજ પાર્ટી તરફથી નકુલ દૂબે, સમાજવાદી પાર્ટીથી અભિષેક મિશ્ર અને કોંગ્રેસ તરફથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રીટા બહુગુણા જોશીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના નેત્રી જોશીએ વર્ષ 2009માં સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલજી ટંડનને જોરદાર ટક્કર આપી હતી અને તે લગભગ 40 હજાર મતોથી હારી ગયા હતા.

આ વખતે કોંગ્રેસ કોઇ કસર છોડવા માગતી નથી. પાટનગરમાં એવી સમીકરણ છે કે રાજનાથને પાટનગરની શેરીઓમાં ચક્કર લગાવવા પડશે, નહીતર અટલના ગઢમાં રાજનાથને પરાજયનો સામનો કરવો પડશે. આંકડાઓની વાત કરીએ તો પાટનગરમાં બ્રાહ્મણોના મતોની સંખ્યા ત્રણ લાખ છે. દોઢ લાખ પર્વતીય મતદાતા છે અને આ ઉપરાંત મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 4 લાખની આસપાસ છે. ઠાકુર મતદાતાઓની સંખ્યા માત્ર 60 હજારની આસપાસ છે અને ક્ષત્રીયોના સહારે લખનઉમાં જંગ જીતવો રાજનાથ માટે સહેલો નથી.

રાજકીય વિશ્લેષકોની વાત માનીએ તો જો લખનઉમાં કોઇ મોટો મુસ્લિમ ચહેરો મેદાનમાં નહીં ઉતરે તો લખનઉ સંસદીય બેઠક પર રીટા બહુગુણા જોશીનું પલડું ભારી રહેવાની સંભાવના છે. વિશ્લેષકો અનુસાર જો મુસ્લિમ સમુદાયમાંથી કોઇ ઉમેદવાર નહીં આવે તો મુસલમાનોનું ધ્રુવીકરણ એ જ પક્ષ તરફ રહેશે જે ભાજપના ઉમેદવારને હરાવવાની સ્થિતિમાં હશે. જોશી પોતે બ્રાહ્મણ સમુદાયથી છે અને ઉત્તરાખંડ સાથે જોડાયેલા છે, તેથી ઇંદિરા નગર અને તેની આસપાસ રહેતા પર્વતીય લોકોના મત તેમની સાથે જોડાઇ શકે છે. રીટાએ ગત ચૂંટણીમાં કૈંટ વિધાનસભામાં ટંડનને પણ હરાવ્યા હતા.

આ ઉપરાંત કલરાજ મિશ્રને દેવરિયા મોકલી દેવાના કારણે પણ લખનઉના બ્રાહ્મણ સમુદાય રાજનાથ સિંહથી નારાજ છે. ટંડનની ટિકિટ કપાયા બાદ પાર્ટી પહેલાથી જ સ્થાનિક સ્તરે અંતર્કલહ સામે લડી રહી છે. જેથી રાજનાથની રાહ સહેલી નથી. લખનઉમાં અભિષેક મિશ્રને મેદાનમાં ઉતારીને સપા પ્રમુખે રાજનાથનો રસ્તો પહેલાથી જ સાફ કરી નાંખ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી અશોક વાજપાયી દિવસરાત મહેનત કરી રહ્યાં હતા, પરંતુ રાજનાથની ઉમેદવારી જાહેર થયા બાદથી જ સપાએ અહી ઉમેદવારી બદલી નાંખી. એવી અટકળો છે કે રાજનાથનો માર્ગ સહેલો કરવા માટે સપા તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે.

વર્તમાન સમીકરણને જોઇને આ ચૂંટણીમાં લખનઉ સંસદીય બેઠક પર જીતની ચાવી મુસલમાનો પાસે જ રહેવાની છે. જો કોઇ મુસ્લિમ ચહેરો મેદાનમાં નહીં ઉતરે તો મુસલમાનો ધ્રુવીકરણ જોશીના પક્ષમાં થવું લગભગ નક્કી છે અને આવી સ્થિતિમાં રાજનાથના મંસૂબાઓ પર પાણી ફરી શકે છે. લખનઉના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરત પ્રધાન પણ આ વાતનો સ્વીકાર કરે છે કે હાલ રીટા બહુગુણાની ઉમેદવારી ઘણી મજબૂત જણાઇ રહી છે. તેમણે કહ્યું કે, લખનઉમાં મુલાયમ સિંહે રાજનાથ માટે મેદાન ખુલ્લું છોડી દીધું છે. રાજનાથની ઉમેદવારી જાહેર થયાને 24 કલાકની અંદર ઉમેદવાર બદલવો એ વાત તરફ ઇશારો કરે છે કે તેઓ રાજનાથને સેફ પૈસેજ આપવા માગે છે.

પ્રધાને કહ્યું કે, અભિષેક મિશ્રની સ્થિતિ અશોક વાજપાયીના કદ જેવી નથી. તે એક મહિનામાં શું કરી શકશે. હાલ જોશીની સ્થિતિ સારી જોવા મળી રહી છે. બ્રાહ્મણ સમુદાય ઉપરાંત સામાન્ય લોકોની વચ્ચે તેમની છબી એક સારા નેતાની છે અને તેનો લાભ તેમને મુસલમાનોના સહયોગ તરીકે મળી શકે છે. બીજી તરફ લખનઉ શહેરના કાજી અબુ ઇરફાન ફિરંગી મહલીએ કહ્યું કે, અત્યારસુધી મુસલમાનોનો ઝૂકાવ સ્પષ્ટ થઇ શક્યો નથી. જનતા જે હાલાત જોઇ રહી છે, તેવામાં તેમની ભલાઇ માટે કોણ કામ આવી શકે છે, તેમને જ ચૂંટશે.

ભાજપના પક્ષમાં મત આપવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે બદ અચ્છા, બદનામ બૂરા. બદનામીના દાગ માટે વિખ્યાત થઇ ચૂકેલી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. તાજેતરમાં એક જ વ્યક્તિને સામેલ કરવામાં આવ્યો અને તેને પણ ગદ્દારીનો થપ્પો લગાવીને હટાવી દેવામાં આવ્યો. તેમણે કહ્યું કે, જે પાર્ટી જાહેરમાં મુસ્લિમોનો વિરોધ કરી રહી હોય, ત્યારે તેઓ કેવી રીતે એ પાર્ટીને મત આપશે. કોંગ્રેસના ઉમેદવારના પક્ષમા મતદાન માટે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મુસ્લિમ કોંગ્રેસના ઠેકેદાર નથી, જે ઉમેદવાર જનતાની વચ્ચે રહેશે, તેની પસંદગી કરવામાં આવશે.

English summary
Rajnath singh trapped in stronghold Bhrahmin- Muslim trap
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X