ફિલ્મ સ્ટાર રજનીકાંતનું એલાન- રાજનૈતિક પાર્ટી શરૂ નહિ કરે
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021ની ઠીક પહેલાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર એક્ટર અને રાજનેતા રજનીકાંતે ઘોષણા કરી દીધી છે કે તેઓ રાજનીતિમાં નહિ ઘૂસે. તેમણે મંગળવારે સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપતાં કોઈપણ રાજનૈતિક પાર્ટી લૉન્ચ કરવાનો ઈનકાર કરી દીધો. જણાવી દઈએ કે એક્ટર રજનીકાંતને એક દિવસ પહેલાં જ હોસ્પિટલેથી રજા મળી છે. તેમને 25 ડિસેમ્બરે ગંભીર હાઈ બ્લડ પ્રેશર અને થાકને પગલે હૈદરાબાદના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે જણાવ્યું કે તેમને કોઈ ગંભીર સમસ્યા નથી, તબીબોએ રજનીકાંતને બેડ રેસ્ટ કરવા કહ્યું છે.
હાલ અભિનેતાથી નેતા બનેલ રજનીકાંત પૂરી રીતે બેડ રેસ્ટ પર છે અને સ્વાસ્થ્ય કારણોસર તેમણે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીથી દૂરી બનાવવાનો ફેસલો કર્યો છે. રજનીકાંત તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં આ ઘોષણા કરવામાં આવી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ગત દિવસોમાં તેમની તબિયત લથડી તેને તેઓ ભગવાનની ચેતવણી સમજે છે. માટે તેઓ રાજનૈતિક પાર્ટી નહિ બનાવે. રજનીકાંતે આગળ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે લોકોને એવું થાય કે તેમને બલીના બકરા બનાવી રાજનૈતિક લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. સાઉથ એક્ટરે કહ્યું કે તેઓ લોકો માટે કામ કરવું ચાલુ રાખશે.
બિડેનની ડિજિટલ ટીમમાં ભારતવંશી Aisha Shahને મહત્વની જવાબદારી
જણાવી દઈએ કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021માં રજનીકાંત ધમાકેદાર એન્ટ્રીની તૈયારી કરી રહ્યા હતા, તેઓ 31 ડિસેમ્બર 2020ના રોજ પોતાની રાજનૈતિક પાર્ટીનું એલાન કરનાર હતા. રજનીકાંતની પાર્ટીને લઈ ચર્ચા જોરશોર પર હતી, જે બાદ માનવામાં આવવા લાગ્યું હતું કે તેઓ આગલા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. એવા પણ અંદાજા લગાવવામાં આવી રહ્યા હતા કે રજનીકાંત મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકતા હતા. આ દરમ્યાન ગત દિવસોમાં હૈદરાબાદમાં એક ફિલ્મ શૂટિંગ દરમ્યાન રજનીકાંતની તબિયત અચાનક લથડતાં તેમને અપોલો હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે તેમને હોસ્પિટલેથી રજા મળી ગઈ છે.