For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રણે ઉમેદવારો જીત્યા, દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ - આ અમારા માટે ખુશીની પળ

મહારાષ્ટ્રથી રાજ્યસભાની બધી છ સીટોના પરિણામોનુ એલાન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રથી રાજ્યસભાની બધી છ સીટોના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. મોડી રાતે મતગણતરી શરુ કરાયા બાદ પરિણામ સામે આવ્યા. મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ત્રણે ઉમેદવારો જીતી ગયા છે. મહારાષ્ટ્રની છ સીટોમાંથી ભાજપે ત્રણે સીટો જીતી છે. શિવસેના, કોંગ્રેસ અને રાકાંપાએ એક-એક સીટ જીતી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્યમાં રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે આ ખુશીની પળ છે.

ફડણવીસે કહ્યુ - આ અમારા માટે ખુશીની પળ

ફડણવીસે કહ્યુ - આ અમારા માટે ખુશીની પળ

ફડણવીસે કહ્યુ, 'આ અમારા માટે ખુશીની ક્ષણ છે કારણ કે ભાજપના ત્રણેય ઉમેદવારો જીત્યા છે.' તેમણે વોટમાં પાર્ટીના હિસ્સા વિશે પણ વાત કરી. તેમણે કહ્યુ કે પીયૂષ ગોયલ અને અનિલ બોંડેને 48-48 વોટ મળ્યા. અમારા ત્રીજા ઉમેદવારને શિવસેનાના સંજય રાઉત કરતા વધુ મત મળ્યા છે.

કોણ-કોણ જીત્યુ રાજ્યસભાની ચૂંટણી

કોણ-કોણ જીત્યુ રાજ્યસભાની ચૂંટણી

ભાજપે રાજ્યમાંથી ડૉક્ટર અનિલ બોંડે, પીયૂષ ગોયલ અને ધનંજય મહાડિકને મેદાનમાં ઉતાર્યા હતા. રાજ્યની છ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં હતા. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ ઈમરાન પ્રતાપગઢીને, એનસીપીએ પ્રફુલ પટેલને અને શિવસેનાએ સંજય રાઉત અને સંજય પવારને રાજ્યસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. જેમાંથી ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો હતો.

કોણે શું કહ્યુ?

કોણે શું કહ્યુ?

મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ, 'હું જીત માટે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય પાર્ટીના વડા ચંદ્રકાંત પાટીલ અને સમગ્ર ટીમનો આભાર માનું છું.'કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ પોતાની જીત જાહેર કરી અને બાકીના ઉમેદવારોની હારની પુષ્ટિ પણ કરી. ઈમરાન પ્રતાપગઢીએ કહ્યુ, 'હું શિવસેનાના સંજય રાઉત અને એનસીપીના પ્રફુલ્લ પટેલ સાથે જીત્યો છુ. હું ધારાસભ્યોનો આભાર માનુ છુ. અમને દુઃખ છે કે (મહા વિકાસ અઘાડી)ના ચોથા ઉમેદવાર સંજય પવાર જીતી શક્યા નથી.'

ચૂંટણી પંચે અમારા એક વોટને અમાન્ય કરી દીધોઃ સંજય રાઉત

ચૂંટણી પંચે અમારા એક વોટને અમાન્ય કરી દીધોઃ સંજય રાઉત

રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે, ચૂંટણી પંચે અમારો એક મત અમાન્ય કર્યો છે. અમે બે મત માટે વિરોધ કર્યો હતો પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચૂંટણી પંચે ભાજપનો પક્ષ લીધો હતો.

English summary
Rajya Sabha Election Maharashtra Out of 6 seats BJP won 3 seats Devendra Fadnavis reaction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X