For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનું હોર્સ ટ્રેડિંગ ના થઈ શક્યું હોવાના કારણે બે મહિના પહેલા ચૂંટણી ટળીઃ અશોક ગેહલોત

ભાજપનું હોર્સ ટ્રેડિંગ ના થઈ શક્યું હોવાના કારણે બે મહિના પહેલા ચૂંટણી ટળીઃ અશોક ગેહલોત

|
Google Oneindia Gujarati News

આગામી 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, તે પહેલા ગુજરાત સહિતના રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટો ખરવા લાગી છે, આ સ્થિતિને જોતાં કોંગ્રેસે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે અને ક્રોસ વોટિંગથી બચવા માટે પોતાના ધારાસભ્યોને આબુરોડ, રાજકોટ, વડોદરા સહિતના રિસોર્ટમાં ખસેડ્યા છે. કોંગ્રેસે પહેલેથી જ ભાજપ પર હોર્સ ટ્રેડિંગના આરોપ લગાવવા શરૂ કરી દીધા હતા.

ashok gehlot

હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ભાજપ પર આરોપો લગાવ્યા છે, અશોક ગેહલોતે કહ્યું કે 2 મહિના પહેલા જ રાજ્યસભાની ચૂંટણી થઇ ગઇ હોત, પરંતુ તે સમયે ભાજપ હોર્સ ટ્રેડિંગ ના કરી શક્યું હોવાના કારણે રાજ્યસભાની ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.

જણાવી દઇએ કે આગામી 19મી જૂને દેશની 24 રાજ્યસભાસીટ પર ચૂંટણી યોજાનાર છે. જેમાથી ગુજરાતની 4, આંધ્ર પ્રદેશની 4, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણ, ઝારખંડની 2, મણિપુર અને મેઘાલયની 1-1 સીટ પર ચૂંટણી થશે. 19મી જૂને જ 5 વાગ્યે પરિણામ પણ જાહેર થઇ જશે.

ધારાસભ્યોની વિકેટ ખરી

રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાતના કુલ 3 ધારાસભ્યોની વિકેટ ખરી ચૂકી છે. માર્ચ મહિના પછી ગુજરાત કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યોની વિકેટ ખરી ચૂકી છે. હાલ કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. આ સ્થિતિમાં ભાજપ 2 સીટ આરામથી જીતી રહ્યું છે અને બીજી તોડજોડ કરીને ત્રણ સીટ જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ પાસે 1 સીટ જીતવા પૂરતા જ ધારાસભ્યો છે.

Gujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણોGujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો

English summary
The Rajya Sabha elections could've been conducted two months back because bjp's horse trading was not complete: Ashok Gehlot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X