• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનિયાનું સ્વપ્ન થયું પૂરું, ફૂડ સિક્યોરિટી બિલ રાજ્યસભામાં પસાર

|

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બરઃ આખરે તમામ વિરોધો અને અવરોધો પછી પણ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનું સ્વપ્ન હકિકતમાં પરિવર્તિત થઇ ગયું છે, કારણ કે, મહત્વકાંક્ષી બિલ એટલે કે

ફૂડ સિક્યોરિટી બિલને રાજ્યસભાની મંજૂરી પણ મળી ગઇ અને આ બિલ રાજ્યસભામાં પસાર થઇ ગયું. રાજ્યસભામાં સોમવારે ખાધ્ય સુરક્ષા બિલ ધ્વની મત પારિત થયું. બિલ લોકસભામાં પારિત થઇ ગયું છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદો બની જશે.

લોકસભામાં જ્યારે આ બિલ પર ચર્ચા શરૂ થઇ હતી તો સોનિયાએ કહ્યું હતું કે વધતી મોંઘવારી અને ગરીબીને કાબુમાં રાખવા માટે ખાદ્ય સુરક્ષા બિલને લાવવું જ પડશે, કારણ કે હવે સમય ઇતિહાસ બદલવાનો છે. જેમ કે રાજ્યસભામાં બિલ પસાર થયું ત્યારે ખાદ્યમંત્રી કેવી થોમસે કહ્યું કે આ બિલ નજીવા દરો પર લોકોને ખાદ્ય અને પોષક તત્વની સુરક્ષા પ્રદાન કરશે.

જો કે યુપીએની આ જીત પર ભાજપ એકદમ હચમચી ગયું છે, તેણે ફરીથી કહ્યું કે, ફૂડ સિક્યોરિટી બિલ યુપીએનું વોટ સિક્યોરિટી બિલ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ સોમવારે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા બિલ, વિભિન્ન રાજ્યોમાં લાગુ હાલની ખાદ્ય યોજનાના નવા ‘પેકેજિંગ' સમાન છે, અને તેમાં નવું કંઇ જ નથી. આ બિલ કોંગ્રેસ 2009ની ચૂંટણીના ઘોષણા પત્રનો ભાગ છે અને તેને 2014ની સામાન્ય ચૂંટણીમાં બાજી પલટનારું માનવામાં આવ રહ્યું છે.

તો ચાલો તસવીરો થકી જાણીએ ફૂડ સિક્યોરિટી બિલ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

ધ્વની મત પસાર

ધ્વની મત પસાર

રાજ્યસભામાં સોમવારે ખાદ્ય સુરક્ષા બિલ ધ્વની મત પસાર થઇ ગયું. કોંગ્રેસના નેતાઓએ બિલને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે, બિલ ગરીબોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડશે.

માકપાએ કર્યો વિરોધ

માકપાએ કર્યો વિરોધ

માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી(માકપા)એ ખાદ્ય સુરક્ષા બિલના હાલના રૂપ પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે, સરકાર એક તરફ જનતાને સસ્તું ભોજન ઉપલબ્ધ કરાવી રહી છે, તો બીજી તરફ ઇંધણની કિંમતોમાં વધારો કરી રહી છે.

યોગ્ય અમલ સુનિશ્ચિત કરાય

યોગ્ય અમલ સુનિશ્ચિત કરાય

બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, ગરીબો માટે પેલા પણ શરૂ કરવામાં આવેલી કેન્દ્ર સરકારની યોજનાએ તેમને લાભ અપાવવામાં નિષ્ફળ રહી છે, તેથી ખાદ્ય સુરક્ષા કાર્યક્રમનો યોગ્ય અમલ સુનિશ્ચિત કરવામાં આવવો જોઇએ.

દેશના સંઘીય ઢાંચાને મજાક બનાવી દીધો

દેશના સંઘીય ઢાંચાને મજાક બનાવી દીધો

તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા બિલની કેટલીક જોગવાઇઓએ દેશના સંઘીય ઢાંસાને મજાક બનાવી દીધો છે. રાજ્યસભામાં તૃણમૂલ નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, યુપીએ, અન્ડર પ્રેશર એલાયન્સ છે અને તેણે બિલ પસાર કરવામાં જલદી કરી છે.

આ છે ખાદ્ય સુરક્ષા બિલનો ઉદ્દેશ

આ છે ખાદ્ય સુરક્ષા બિલનો ઉદ્દેશ

ખાદ્ય સુરક્ષા બિલ દેશની 1.2 અરબ વસ્તીના અંદાજે એક તૃતિયાંશ ભાગને અત્યંત નજીવા દર પર ખાદ્યાન્ન આપવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો છે. અંદાજે 80 કરોડ લોકોને તેનો લાભ મળશે. બિલ હેઠળ લાભાન્વિંતોને ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી ઘંઉ અને બે રૂપિયા પ્રતિ કિલોના ભાવની ચોખા તથા એક પ્રતિ કિલોના ભાવથી મોટા અનાજ આપવાની યોજના છે.

English summary
Rajya Sabha passes National Food Security Bill by voice vote.The National Food Security Bill, 2013 passed by the parliament on Monday gives right to subsidised food grain to 67 percent of India's 1.2 billion people and provides for penalty for non-compliance by public servants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more