પીએમ, સીએમ, મંત્રીઓના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવોઃ રાજ્યસભા સાંસદ

રાજ્યસભા સભ્યએ ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પ્રચાર કરવા પર રોક લગાવવાની વકીલાત કરી છે.

રાજ્યસભા સભ્યએ ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પ્રચાર કરવા પર રોક લગાવવાની વકીલાત કરી છે. તેમણે કહ્યુ કે નાના રાજકીય પક્ષોના હિતોની રક્ષા માટે પીએમ અને સીએમના પ્રચારને પ્રતિબંધિત કરી દેવો જોઈએ. રાજ્યસભા સાંસદ બિશ્વજીત દૈમરીએ ચૂંટણી કમિશનને આ બાબતની અપીલ કરી છે કે દરેક રાજકીય દળને ચૂંટણીમાં વધુ સારી દાવેદારી મળવી જોઈએ.

election

નાના પક્ષોને મળશે સમાંતર તક

બિશ્વજીત બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટના રાજ્યસભા સાંસદ છે. તેમણે કહ્યુ કે દરેક રાજકીય પક્ષોને ચૂંટણી પ્રક્રિયામાં સમાંતર ભાગીદારી ત્યારે જ મળી શકે છે જ્યારં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીને ચૂંટણી પ્રક્રિયામાં પ્રચાર કરવા પર પ્રતિબંધિત કરવામાં આવે. જે રીતે સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પક્ષોનો હિસ્સો ન બની શકે તે રીતે આ લોકોને ચૂંટણી પ્રચાર કરવાથી રોકવા જોઈએ.

સરકારી કર્મચારીઓની જેમ લાગે પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે બીપીએફ આસામમાં ભારતીય જનતા પક્ષનો સહયોચોઃગી પક્ષ છે. બિશ્વજીતે કહ્યુ કે પીએમ, સીએમ અને મંત્રી લોકોની સેવા કર્મચારીની જેમ કરે છે. જો સરકારી કર્મચારી ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે તો આ જ નિયમ આ લોકો પર પણ લાગુ થવો જોઈએ. તેમણે કહ્યુ કે આ લોકો પાસે પદ હોવાના કારણે તમામ વિભાગ અને અધિકારીઓ પર દબાણ રહે છે. એવામાં નાના પક્ષો માટે ચૂંટણીમાં બરાબરી કરવી મુશ્કેલ બની જાય છે.

પૈસા અને તાકાતનો કરે છે ઉપયોગ

રાજ્યસભા સાંસદે કહ્યુ કે આ મોટા નેતા પ્રચારમાં ખૂબ જ પૈસા ખર્ચ કરે છે. નાના પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીમાંથી બહાર કરવા માટે આ લોકો પૈસા અને પોતાની તાકાતનો ઉપયોગ કરે છે. આ પહેલા બિશ્વજીતે કહ્યુ હતુ કે અસમ ક્યારેય પણ ઈસ્લામથી અલગ નથી રહ્યુ. જો કોઈ મુસ્લિમ અસમના મુખ્યમંત્રી બને તો કોઈને પણ તેનાથી વાંધો ન હોવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X