For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધા ભ્રષ્ટ એક થયા છે, 2019 માં કાળા અને સફેદ નાણાંની લડાઈઃ રાજ્યવર્ધન રાઠોડ

સૂચના અને પ્રસારણ મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર સરકારની પ્રશંસા કરી. રાજ્યવર્ધન સિંહ રાઠોડે વિપક્ષ પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

સૂચના અને પ્રસારણ મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર સરકારની પ્રશંસા કરી. રાજ્યવર્ધન સિંહ રાઠોડે વિપક્ષ પર નિશાન સાધ્યુ. એક અંગ્રેજી વર્તમાનપત્રને ઈન્ટરવ્યુ આપતા રાજયવર્ધન સિંહ રાઠોડે ઘણા સવાલોના જવાબ આપ્યા. રાજ્યવર્ધન સિંહ રાઠોડે વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી વિશે પણ એક મોટી વાત કહી. વાંચો, રાજ્યવર્ધન સિંહ રાઠોડનો ઈન્ટરવ્યૂ-

સવાલ-તમારી સરકારની મુખ્ય ઉપલબ્ધિઓ શું-શું છે?

સવાલ-તમારી સરકારની મુખ્ય ઉપલબ્ધિઓ શું-શું છે?

રાજ્યવર્ધનસિંહ રાઠોડ- અમારી સરકારે ઉચ્ચ વિકાસની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કર્યુ છે. અમે દેશને બદલવાના ઉદ્દેશ્ય સાથે કામ કર્યુ છે. આના માટે ત્રણ સિદ્ધાંતો અપનાવ્યા છે. વિકાસ, સારુ શાસન અને દેશને બદલવાની રીતો. અમારી સરકારની નીતિઓ દૂરદર્શી રહી છે. આ નીતિઓએ દેશના ઘણા લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં આ દેશ એ જ છે પરંતુ વૈશ્વિક સ્તર પર એક અલગ પ્રભાવ બનાવ્યો છે. સરકારી અધિકારીઓ એ જ છે પરંતુ કામ કરવામાં ફરક આવ્યો છે. કાર્ય નૈતિકતા બદલાઈ ગઈ છે.
સવાલ- શું તમે કોઈ ઉપલબ્ધિઓ બતાવી શકો છો?
રાજ્યવર્ધનસિંહ રાઠોડ-
અમે ઘણા કામ કર્યા છે. મહિલાઓના મુદ્દાઓ પર નીતિઓ બનાવી છે, દેશના યુવાનોને આગળ વધારવાનું કામ કર્યુ છે. કામ કરવાની ઝડપ વધારી છે. દુનિયામાં વૈશ્વિક સ્તર પર ભારતની તાકાત વધી છે. અમે દેશના ખેડૂતો માટે પણ કામ કર્યુ છે.

વિપક્ષના આરોપ નિરાધાર છે- રાજ્યવર્ધન સિંહ રાઠોડ

વિપક્ષના આરોપ નિરાધાર છે- રાજ્યવર્ધન સિંહ રાઠોડ

વિપક્ષે મોદી સરકાર પર કૃષિ સંકટનું સમાધાન શોધવામાં અસફળ થવાનો આરોપ લગાવ્યો છે. પેટ્રોલનો ભાવોમાં વધારાને પણ એક અસફળતા ગણાવવામાં આવી રહી છે. શું કહેશો આપ?
રાજ્યવર્ધન સિંહ રાઠોડ-
વિપક્ષના આરોપ નિરાધાર છે. આપણે એ લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે જેમણે રાષ્ટ્રમંડળ ખેલોમાં ગોટાળા કરીને દેશને અપમાનિત કર્યો, જેમણે 10 વર્ષોમાં સશસ્ત્ર બળોના આધુનિકીકરણ માટે કંઈ જ કર્યુ નહિ. આપણે એ લોકો સાથે તુલના કરી રહ્યા છે જેમણે ક્યારેય પડોશી દેશ સામે સૈનિક કાર્યવાહી કરી નહિ. પેટ્રોલના ભાવો વિશે રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યુ કે જો વિપક્ષી દળોને પેટ્રોલના ભાવની આટલી જ ચિંતા હોય તો તે પોતાના રાજ્યની સરકારોને કહીને ટેક્સ ઓછો કરાવી દે. જ્યારે કેન્દ્ર પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લાવવાની વાત કરે છે ત્યારે બધા વિપક્ષી પક્ષો આનો વિરોધ કરે છે.

શું ભાજપ 2019માં સંયુક્ત વિપક્ષ સાથે ચૂંટણી લડવા તૈયાર છે?

શું ભાજપ 2019માં સંયુક્ત વિપક્ષ સાથે ચૂંટણી લડવા તૈયાર છે?

રાજ્યવર્ધન સિંહ રાઠોડ- દેશમાં બીજી વાર આવુ બની રહ્યુ છે જ્યારે વિપક્ષ એકસાથે આવ્યો છે. પહેલી વાર ઈમરજન્સી વખતે બન્યુ હતુ. હવે વિપક્ષની લડાઈ એક સારી અને સ્વચ્છ સરકાર સામેની લડાઈ છે. ભ્રષ્ટ રાજકીય દળોએ પોતાની વિચારધારા અને પોતાના મતભેદો અલગ કરીને એક સાથે આવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2019 ની લડાઈ સફેદ અને કાળા નાણાંની લડાઈ હશે. ભાજપ કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે છે. છેલ્લા ચાર વર્ષોમાં આવકવેરો ભરનારની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. જ્યારે એક ઈમાનદાર સરકાર ચાલે છે ત્યારે ક્લિન લોકો શામેલ થાય છે.

English summary
rajyavardhan rathore bjp against black money corruption read this interview
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X