For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘વર્ષ 2019 માં નરેન્દ્ર મોદી ફરીથી બનશે પીએમ' : ઝુનઝુનવાલાની ભવિષ્યવાણી

શેર માર્કેટના બાદશાહ અને ભારતા વોરેન બફેટના નામથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ મોદી સરકાર અંગે એક મોટી ભવિષ્યવાણી કરી છે.

|
Google Oneindia Gujarati News

શેર માર્કેટના બાદશાહ અને ભારતા વોરેન બફેટના નામથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ મોદી સરકાર અંગે એક મોટી ભવિષ્યવાણી કરી છે. રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુ છે કે વર્ષ 2019 માં પણ મોદી સરકાર જ પાછા આવશે, તમે મારી પાસે લખાવી લો કે કોઈ પણ મોદી આગળ ટકી નહિ શકે.

‘વર્ષ 2019 માં નરેન્દ્ર મોદી ફરીથી બનશે પીએમ'

‘વર્ષ 2019 માં નરેન્દ્ર મોદી ફરીથી બનશે પીએમ'

ઈકોનોમિક્સ ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે શેર માર્કેટની લેટેસ્ટ રિપોર્ટ કહે છે કે ભારત જે પણ કરી રહ્યુ છે તેના સકારાત્મક પરિણામો આવી રહ્યા છે અને આગળ પણ બહુ વધુ લાભ મળવાના છે. જેનાથી સ્પષ્ટ છે કે વર્ષ 2019 માં મોદી સરકાર પાછી આવવાની છે તેમાં કોઈ શંકા નથી. આ ચૂંટણી વ્યક્તિત્વો પર થશે અને મારા વિચારથી મોદી જ ફરીથી પીએમ બનશે, તેમના નેતૃત્વમાં ભાજપે સારા કામ કર્યા છે.

મોદી સરકારે કર્યા છે સારા કામઃ ઝુનઝુનવાલા

મોદી સરકારે કર્યા છે સારા કામઃ ઝુનઝુનવાલા

શેર માર્કેટની વાત કરતા ઝુનઝુનવાલાએ કહ્યુ કે સેન્સેક્સ 4 વર્ષોની અંદર 25,000 સુધી પહોંચ્યુ છે, મોદી સરકારે અર્થવ્યવસ્થાને જે દિશા આપી છે તેને બહુ મોટી માન્યતા મળી છે. આનાથી એ ખબર પડે છે કે આગળ પણ સુધારા થશે અને અત્યાર સુધીના સુધારાથી ભલે આર્થિક ગતિવિધિઓમાં તાત્કાલિક ધોરણે બાધા આવી હોય પરંતુ અંતમાં આનાથી બહુ મોટી આર્થિક વૃદ્ધિ મળશે અને એ જ મોદી સરકારની સફળતા છે.

મોદી સરકારના નેતૃત્વમાં વિકાર દર સુધર્યો છે...

મોદી સરકારના નેતૃત્વમાં વિકાર દર સુધર્યો છે...

પોતાના ઈન્ટરવ્યુમાં ઝુનઝુનવાલાએ કહ્ય કે મોદી સરકારના નેતૃત્વમાં વિકાસ દર સુધર્યો છે અને ભારતીય અર્થવ્યવસ્થાની દિશાને મોટી સંસ્થાઓ તરફથી માન્યતા મળવી મોટી વાત છે. માર્કેટ પણ આને માની રહ્યુ છે. એટલા માટે મારા હિસાબે આ સરકાર જ પાછી આવશે અને એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ટાટા એન્ટરપ્રાઈઝ પ્રત્યે છલક્યો પ્રેમ

ટાટા એન્ટરપ્રાઈઝ પ્રત્યે છલક્યો પ્રેમ

આ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના ટાટા એન્ટરપ્રાઈઝ પ્રત્યેના પ્રેમ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે કહ્યુ કે એન ચંદ્રશેખર આ કંપનીને નવી ઉંચાઈએ લઈ જશે, સર રતન ટાટા અને સર જમશેદજી ટાટાએ સમાજને નવી દિશા આપી છે. તેમણે કેન્સરના ઈલાજ માટે હોસ્પિટલ ખોલી, સ્ટીલ પ્લાન્ટ, 5 સ્ટાર હોટલ અને સોફ્ટવેર કંપની, પાવર પ્લાન્ટ, કાર નિર્માણ પ્લાન્ટ, ભારતીય વિજ્ઞાન સંસ્થા.. ટાટા એન્ટરપ્રાઈઝ એક આદર્શ મોડલ છે. તમને જણાવી દઈએ કે ઝુનઝુનવાલાએ પોતાના શેરોની પહેલી સૌથી મોટી કમાણી ‘ટાટા ટી' વેચીને જ કરી હતી.

English summary
rakesh jhunjhunwala says modi will win 2019 lok sabha election best on these 2 tata goup firms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X