• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રામજન્મભૂમિ વિવાદ મધ્યસ્થતાથી ઉકેલાય તેવી શક્યતા ખરી?

|

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ જમીન વિવાદને મધ્યસ્થતાથી ઉકેલવામાં આવે તો તેનાથી સારુ બીજુ કંઈ ન હોઈ શકે. વર્ષોથી કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ આ કેસ સાથે જોડાયેલી છે. પરસ્પર વાતચીતથી જો તેનો ઉકેલ આવી જાય તો આ સામાજીક એકતાનું ઐતિહાસિક ઉદાહરણ બની જશે. જો કે પ્રશ્ન એ છે કે શું આ આટલું સહેલું છે?

કોર્ટ બહાર મુદ્દાને ઉકેલવા મધ્યસ્થા પેનલને લખાયો પત્ર

કોર્ટ બહાર મુદ્દાને ઉકેલવા મધ્યસ્થા પેનલને લખાયો પત્ર

સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ રહી છે, આ દરમિયાન આ મુદ્દે નવો વળાંક આવ્યો છે. કોર્ટમાં લગભગ 3 અઠવાડિયાથી સુનાવણી બાદ હવે હિંદુ અને મુસ્લિમ પક્ષ(નિર્વાણી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ)એક વાર ફરી કોર્ટની બહાર આ મુદ્દાને ઉકેલવા ઈચ્છે છે. જેથી બંને પક્ષોએ સુપ્રિમ કોર્ટ દ્વારા રચિત મધ્યસ્થતા પેનલને પત્ર લખ્યો છે.

જેનાથી લોકોમાં એક નવી આશા જાગી છે. આ મામલે વિશેષજ્ઞોનું માનવું છે કે એવો કોઈ વિવાદ નથી કે જે વાતચીત દ્વારા ન ઉકેલી શકાય. તે માટે મજબૂત ઈચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે. અયોધ્યા મામલે અત્યાર સુધી અનેક વાર વાતચીતના પ્રયત્નો થયા પણ તેમાં માત્ર સમય જ બગડ્યો છે, આ વાતચીતનું કોઈ સાર્થક પરિણામ આવ્યુ નહિં.

ખરેખર તેના ઉકેલમાં કોઈને રસ ખરો?

ખરેખર તેના ઉકેલમાં કોઈને રસ ખરો?

અત્યાર સુધી અનેક વાર વાતચીત દ્વારા આ મામલાનો ઉકેલ લાવવાના પ્રયત્નો થયા, પણ કેટલાક લોકો નથી ઈચ્છતા કે આ મામલાનો ઉકેલ વાતચીત દ્વારા આવે. વર્ષોથી રાજકીય દળો પોતાના લાભ ખાતર આ મુદ્દાનો ઉપયોગ કરી રહી છે પણ કોઈને વાસ્તવમાં આ મુદ્દાનો ઉકેલ લાવવામાં રસ જ નથી. મધ્યસ્થ માત્ર બને પક્ષોને વાતચીત કરાવી શકે પણ કોઈ પક્ષમે જબરજસ્તી તૈયાર કરી શકે નહિં.

સમાધાનના અનેકવાર થઈ ચૂક્યા છે પ્રયાસ

સમાધાનના અનેકવાર થઈ ચૂક્યા છે પ્રયાસ

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીથી લઈ વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, પીવી નરસિમ્હા રાવ અને અટલબિહારી વાજપેયીના કાર્યકાળમાં બંને પક્ષો વચ્ચે વાતચીતની શરૂઆત થઈ. જો કે પરિણામ નિરાશાજનક જ રહ્યુ. પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના સમયે બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવવાના ગંભીર પ્રયાસ થયા પણ તેનું કોઈ પરિણામ આવ્યુ નહિં.

અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં જ એક અયોધ્યા પ્રકોષ્ઠની રચના કરી વાતચીતને કેસ બંધારણીય સ્વરુપ આપ્યુ. કાંચી કામમોટિ પીઠના તત્કાળ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી સહિત અનેક સાધુ સંતોને લાગાવાયા છે. સરકારના પ્રતિનિધીઓએ અનેક પ્રમુખ મુસ્લિમ નેતાઓનો સંપર્ક કરી તેમાં શામેલ કર્યા, બાબરી મસ્જીદના આગેવાનોને પણ તેમાં શામેલ કરાયા. પણ પરિણામ કંઈ જ ન આવ્યુ. આ પૃષ્ઠભૂમિને જોતા આપણે ઉત્સાહિત ન થવું જોઈએ. જોકે સુપ્રિમ કોર્ટના ઢાંચા હેઠળ પહેલી વાર વાતચીત થઈ રહી છે. જેથી તેનું મહત્વ વધી જાય છે. તેમાં કાયદાના જાણકાર અને અનુભવી બને છે.

મધ્યસ્થતા પર સહમતિ બનતી નથી

મધ્યસ્થતા પર સહમતિ બનતી નથી

માર્ચ મહિનામાં સુપ્રિમ કોર્ટમાં તેની સુનાવણી શરૂ કરતા રહેલા સેવાનિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની મધ્યસ્થ પેનલ રચાઈ હતી. આ પેન દ્વારા અનેક મહિનાઓ સુધી મધ્યસ્થતા કાર્યવાહીથી પણ તેમાં કોઈ નિકાલ આવ્યો નહિં. કેટલાક પક્ષોએ મધ્યસ્થતા પર સહમતિ દર્શાવી જ નહિં.

સપ્રિમ કોર્ટમાં આ મામલે રોજ થઈ રહી છે સુનાવણી

સપ્રિમ કોર્ટમાં આ મામલે રોજ થઈ રહી છે સુનાવણી

સુપ્રિમ કોર્ટ દ્વારા વિવિધ સમૂહો સાથે ચર્ચા-વિચારણા કરવા અને વિવાદના સમાધાન પર ચર્ચા કરવા માટે નિયુક્ત 3 સભ્યોની પેનલે સર્વસમંતિ પર પહોંચવા માટે તમામ પ્રયત્નો કર્યા પણ કેટલાક પક્ષોમાં મધ્યસ્થતા માટે સહમતિ થઈ શકી નહિં. ત્યાર બાદ 6 ઓગસ્ટથી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની પીઠે આ મામલે રોજ સુનાવણી શરૂ કરી.

સુપ્રિમ કોર્ટ દ્વારા વિવિધ સમુહો સાથે ચર્ચા કર્યા બાદ વિવાદના સમાધાન પર ચર્ચા માટે નિયુક્ત ત્રણ-સભ્યોની પેનલે સર્વસંમતિ પર પહોંચવા માટે પોતાના તમામ પ્રયત્નો કર્યા, પણ પક્ષોમાં મધ્યસ્થતા માટે સહમતિ થઈ શકી નહિં.

કેસમાં ન્યાયાલયની ભૂમિકા

કેસમાં ન્યાયાલયની ભૂમિકા

સુપ્રમિ કોર્ટે માર્ચ 2017માં શ્રી રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ જમીન વિવાદની મધ્યસ્થતાના માધ્યમથી સર્વસામાન્ય સમાધાન શોધવાનો વિકલ્પ આપ્યો હતો. તત્કાલીન પ્રધાન ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર, ન્યાયમૂર્તિ ધનંજય વાઈ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની ત્રણ સંસદીય ખંડપીઠે 21 માર્ચ 2017ના રોજ કહ્યુ હતુ કે તમામ પક્ષકારોએ નવેસરથી અયોધ્યા મંદિર વિવાદનો સર્વસામાન્ય ઉપાય શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે.

પીઠે કહ્યુ હતુ કે કોર્ટના આદેશને માનવા સંબંધિત પક્ષ માન્ય રહેશે, જો કે આવા સંવેદનશીલ મુદ્દાનો ઉકેલ વાતચીતથી આવી શકે છે. ન્યાયમૂર્તિ ખેહરે તો ત્યાં સુધી કીધુ કે જો પક્ષકારો ઈચ્છે તો આ મામલે મધ્યસ્થતા માટે હું તૈયાર છું. તેમણે એવું પણ કહ્યુ કે પક્ષકાર ઈચ્છે છે કે કોઈ અન્ય ન્યાયાધીશ આ મામલે મધ્યસ્થી બને તો તે ઉપલબ્ધ કરાવવા માટે પણ હું તૈયાર છું.

જો કે ન્યાયાલયની આ ટિપ્પણી બાદ બાબરી મસ્જીદ એક્શન કમિટીના સંયોજક જફરયાબ જિલાનીએ કહ્યુ કે વાતચીત વ્યર્થ છે. તેનાથી કંઈ થવાનું નથી. જિલાની આ મામલામાં સુન્ની વક્ફ બોર્ડના વકીલ પણ છે. પછી સુન્ની વક્ફ બોર્ડ, બાબરી મસ્જીદ એક્શન કમિટી એ સ્પષ્ટ રજૂઆત કરી કે તેઓ આ મામલે વાતચીત કરવા ઈચ્છતા નથી. માત્ર કોર્ટનો આદેશ માનશે.

9 જાન્યુઆરી, 2018ના રોજ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે હૈદરાબાદ બેઠકમાં પ્રસ્તાવ પસાર થયો કે બાબરી મસ્જિદ મામલે તે કોઈ પણ પ્રકારની વાતચીતમાં શામેલ થશે નહિં. બોર્ડના એક પ્રમુખ અને સન્માનિત સભ્યોની બેઠકે પહેલા પણ આ પ્રસ્તાવ આપ્યો હતો. જેના સમાધાન માટે આપણે તે સ્થળ હિંદુઓને સોંપી દેવું જોઈએ. બોર્ડે આ પ્રસ્તાવ માત્ર રદ નથી કર્યો પણ તે વિરુદ્ધ કાર્યવાહી પણ કરી.

પર્સનલ લૉ બોર્ડમાં એ લોકો છે જે બાબરી મસ્જીદ એક્શ કમિટી અને સુન્ની વક્ફ બોર્ડમાં પણ છે. બોર્ડનું આ વલણ કોઈ નવું નથી. 1990થી તેમનું આજ વલણ રહ્યુ છે. શ્રીશ્રી રવિશંકરની વાતચીત પહેલમાં જે જે આવ્યા તેમનો વિરોધ કરાયો, અને આ વાતચીતનો મજાક ઉડાવાયો.

આ અગાઉ ઈલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે 30 સપ્ટેમ્બર 2010ના રોજ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યુ હતુ કે તમે લોકો પરસ્પર મળી કોઈ નિર્ણય પર આવવાનો પ્રયત્ન કરો. જો કોઈ સમજોતો થઈ જાય છે તો તેને લઈને આવો. કોર્ટનું કહેવું હતુ કે નિર્ણય લખવામાં સમય લાગશે. આ દરમિયાન તમારી વચ્ચે કોઈ સહમતિ થઈ જશે તો અમે તેને સ્વીકારીશું, જો કે આ માટે કોઈ તૈયાર થયું નહિં.

કોઈને કોઈ બહાને લંબાઈ રહ્યો છે કેસ

કોઈને કોઈ બહાને લંબાઈ રહ્યો છે કેસ

2011માં કોઈને કોઈ બહાને આ મામલાને લંબાવવાના પ્રયત્નો થતા રહ્યા. થોડા દિવસો પહેલા દેશવાસીઓમાં આશા જાગી હતી કે આ મામલો સુપ્રિમ કોર્ટમાં સતત કાર્યવાહીથી ઉકેલાઈ જશે. જો કે વર્ષ 2011થી આ કેસ કોઈને કોઈ બહાને લંબાવાઈ રહ્યો છે.

પહેલા અનુવાદના નામે આ મામલો લટક્યો. ઉત્તર પ્રદેશ સરકારે સંબંધિત તમામ દસ્તાવેજોનો અનુવાદ કરાવી સુપ્રિમ કોર્ટમાં જમા કરાવી દીધો છે. ત્યારે એવું કહેવાયુ કે બધા જ દસ્તાવેજોનું અનુવાદ કરાયુ નથી. જોકે કોર્ટે આ મામલે કહી દીધુ કે તે કોઈ કાર્યવાહી નહિં રોકે. ત્યાર બાદ મસ્જિદ નમાજ અને ઈસ્લામનું અનિવાર્ય અંગ છે કે નહિં તે વિશેના 1994ના નિર્ણય પર પુનઃવિચારણાની માંગ થઈ. તેમાં સમય ગયો.

સુપ્રિમ કોર્ટમાં 2011થી લંબિત છે મામલો

સુપ્રિમ કોર્ટમાં 2011થી લંબિત છે મામલો

વર્ષ 2010થી આ મામલો સુપ્રિમ કોર્ટમાં અટક્યો છે. વર્ષ 2010માં ઈલાહાબાદ હાઈકોર્ટે રામ જન્મભૂમિને ત્રણ બરાબર ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ દરમિયાન એક ભાગ ભગવાન રામલ્લા વિરાજમાન, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો ભાગ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને આપવાનો આદેશ આપ્યો હતો.

આ નિર્ણયને હિંદું-મુસ્લિમ તમામ પક્ષોએ સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ આપી છે. સુપ્રિમ કોર્ટમાં આ અપીલ 2010થી લંબિત છે. સુપ્રિમ કોર્ટમાં કુલ 14 અપીલ, 3 રીટ પીટિશન અને એક અન્ય યાચીકા લંબિત છે.

અયોધ્યા વિવાદઃ વિવાદિત જમીનનો એક તૃતીયાંશ ભાગ હિંદુઓને આપવા તૈયાર શિયા વકફ બોર્ડ

English summary
ram janmabhoomi dispute be resolved by meditiation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more