For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તળાવની દુર્ગંધથી રામ-લક્ષ્મણના હાલ બેહાલ, રામલીલા છોડીને ધરણા પર બેઠા

તળાવની દુર્ગંધથી રામ-લક્ષ્મણના હાલ બેહાલ, રામલીલા છોડીને ધરણા પર બેઠા

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના ધનેસરા સ્થિત તળાવે ઐતિહાસિક લાટ ભૈરો રામલીલા જોવા માટે શનિવારે જ્યારે લોકો એકઠા થયા ત્યારે જોઈને સૌકોઈ ચોંકી ગયા હતા કે રામ-લક્ષ્મણ ધરણા પર બેસી ગયા હતા. રામ અને લક્ષ્મણનો રોલ નિભાવતા કલાકારો સ્ટેજ પર આવ્યા ત્યારે અભિનય કરવાને બદલે તેઓ ધરણા પર બેસી ગયા હતા. આ લોકોની સાથે રામલીલા કમિટિના તમામ સભ્યો પણ હાજર હતા.

દુર્ગંધને કારણે બેઠા ધરણા પર

દુર્ગંધને કારણે બેઠા ધરણા પર

રામલીલા કમિટિના લોકોનું કહેવું છે કે તળાવની આજુબાજુમાં બહુ દુર્ગંધ છે, જેને કારણે અહિં લોકો બીમાર પડી હ્યા છે. ગંદકીને કારણે અહિં ભારે દુર્ગંધ આવી રહી છે. રામલીલા આયોજકોનું કહેવું છે કે મોટાભાગે રામલીલાનો મંચ આદમપુરા સ્થિત લાટ ભૈરો મંદિરમાં થાય છે, પરંતુ રામ કેવટ સંવાદ માટે આ જગ્યાને પસંદ કરવામાં આવી હતી, જ્યાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા ગંગા નદી પાર કરે છે.

ઉલટી કરવ લાગ્યા રામ-લક્ષ્મણ

ઉલટી કરવ લાગ્યા રામ-લક્ષ્મણ

શનિવારે સાંજે જ્યારે રામલીલાની ટીમ ધનેસરા પહોંચી તો લોકોએ જોયું કે તળાવમાં ભારે કચરો ભર્યો છે. દુર્ગંધ એટલી વધુ હતી કે રામ અને લક્ષ્મણનું કેરેક્ટર નિભાવતા કલાકારોએ અહિં જ ઉલટી કરી દીધી હતી, જે બાદ તેઓ બંને ધરણા પર બેસી ગયા.

મનાવવા પહોંચ્યા અધિકારીઓ

મનાવવા પહોંચ્યા અધિકારીઓ

રામ અવતાર પાંડેએ નગરપાલિકાના કમિશ્નરનો સંપર્ક કર્યો. સાથે જ ઘટના સ્થળે એડીએમ સિટી વિનય કુમાર સિંહ અને એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર એકે સિંહ પણ પહોંચી કલાકારોને એમના ધરણા સમાપ્ત કરવાની અપીલ કરી. અધિકારીઓએ જ્યારે ભરોસો અપાવ્યો કે શનિવારે રામ કેવટ એપિસોડ પહેલા આ તળાવની સફાઈ કરી દેવામાં આવશે ત્યારે જઈને રામલીલાનું મંચન શરૂ થયું. પાંડેએ જણાવ્યું કે અહીં રામલીલાનું મંચન વર્ષ 1545થી થઈ રહ્યું છે, પરંતુ આવા પ્રકારની સમસ્યા ક્યારેય નથી આવી. એમણે આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોએ જાણીજોઈને ષડયંત્ર કર્યું હતું અને અહિં કચરો ફોંક્યો હતો.

તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ ‘હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ ‘હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'

English summary
Ram Lakshman stage protest at Ramlila in Varanasi over stinking pond.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X