For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામનો જન્મ ક્યાં થયો તે સાબિત ન કરી શકીએ, શ્રદ્ધા જ પુરાવોઃ રામ લલ્લા વિરાજમાન

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજિંદી સુનાવણી થઈ રહી છે. બુધવારે બીજા દિવસે આ મુદ્દે કોર્ટમાં સુનાવણી થઈ.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજિંદી સુનાવણી થઈ રહી છે. બુધવારે બીજા દિવસે આ મુદ્દે કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રામ લલ્લા વિરાજમાનના વકીલ કે પરસરન અને નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈને કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી. પરસરને સુનાવણી દરમિયાન રામ લલ્લાના અયોધ્યામાં એક ખાસ જગ્યાએ જન્મ લેવા વિશે ઐતિહાસિક તથ્યો રજૂ કર્યા. સુનાવણી દરમિયાન પક્ષકાર રામ લલ્લા વિરાજમાન તરફથી કહેવામાં આવ્યુ છે કે ભગવાન રામના અયોધ્યામાં જન્મ વિશે લોકોમાં ક્યારેય ન ડગે તેવો અતૂટ વિશ્વાસ જ એ વાતનો પુરાવો છે કે રામ લલ્લાનો જન્મ આ સ્થાન પર થયો હતો.

sc

આ કેસની સુનાવણી પાંચ જજોની બંધારણીય ખંડપીઠ કરી રહી છે જેના અધ્યક્ષ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ છે. કોર્ટમાં કે પરસરને કહ્યુ કે રામ જન્મભૂમિ પોતાનામાં તમામ હિંદુઓ માટે ઈશ્વરની પ્રાર્થનાનું સ્થળ બની ગઈ છે. તેમણે કોર્ટમાં કહ્યુ કે છેવટે કેવી રીતે સેંકડો વર્ષ બાદ ભગવાન રામના જન્મ સ્થળના પુરાવા હાજર રહેશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેંચે નિર્મોહી અખાડાથી રામ જન્મભૂમિ પર કબ્જા સંબંધિત પુરાવા માંગ્યા છે. કોર્ટે અખાડાને પૂછ્યુ કે શું કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવા કે રેવન્યુ રેકોર્ડ છે? આના જવાબમાં નિર્મોહી અખાડાએ કહ્યુ કે 1982માં એક લૂંટ થઈ હતી જેમાં દસ્તાવેજી પુરાવા ગાયબ થઈ ગયા.

કે પરસરને કહ્યુ કે છેવટે આટલા સેંકડો વર્ષ બાદ અમે કેવી રીતે સાબિત કરી શકીએ કે ભગવાન રામનો જન્મ અહીં થયો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠમાં જસ્ટીસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ, એસએ નજીર પણ શામેલ ચે. પરસરને બેંચને કહ્યુ કે વાલ્મિકી રામાયણમાં એ વાતનો ઉલ્લેખ છે કે ભગવાના રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. કોર્ટે પૂછ્યુ કે શું ક્યારેય આ રીતનો મામલો કે પછી ભગવાનના જન્મનો મુદ્દો કોઈ કોર્ટમાં ઉઠ્યો છે. કોર્ટે કહ્યુ કે શું કોઈ કોર્ટમાં જીસસ ક્રાઈસ્ટનો જન્મ બેથલેહમમાં થયો, આ મુદ્દો ઉઠ્યો જેના પર પરસરને કહ્યુ કે અમે આની માહિતી મેળવી તમને આપીશુ.

આ પણ વાંચોઃ આર્ટિકલ 370: પીએમ નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધિતઆ પણ વાંચોઃ આર્ટિકલ 370: પીએમ નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધિત

English summary
Ram Lala Virajman says in SC cant prove the Ram's birthplace, faith is evidence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X