For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરાયા બાદ ચાલી રહેલી ચર્ચા વચ્ચે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરાયા બાદ ચાલી રહેલી ચર્ચા વચ્ચે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર હુમલો કર્યો છે. રામ માધવે કહ્યુ કે પીડીપી અને એનસીએ ગયા મહિને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો કારણકે તેમના સીમાપારથી નિર્દેશ મળ્યા હતા. કદાચ તેમને સીમા પારથી ફરીથી નિર્દેશ મળ્યા હોય કે બંને મળીને રાજ્યમાં સરકાર બનાવો.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6 બાળકો સહિત સાતના મોતઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6 બાળકો સહિત સાતના મોત

રામ માધવે કર્યો પીડીપી અને એનસી પર હુમલો

રામ માધવે કર્યો પીડીપી અને એનસી પર હુમલો

રાજભવનની ફેક્સ મશીન કામ ન કરવા પર તેમણે કહ્યુ કે આનો જવાબ રાજ્યપાલ આપી શકે છે. તેમણે કહ્યુ કે મહેબૂબા મુફ્તી માત્ર બહાના કરી રહી છે. તેમણે ક્યારેય સરકાર બનાવવાનો દાવો કર્યો નહોતો. તેમણે કહ્યુ હતુ કે તેઓ આવશે, જોશે અને પછી દાવો રજૂ કરશે. આ માત્ર એક ડ્રામા હતો.

‘રાજ્યપાલ કહી શકે કે ફેક્સ મશીન કેમ કામ નથી કરી રહ્યુ'

‘રાજ્યપાલ કહી શકે કે ફેક્સ મશીન કેમ કામ નથી કરી રહ્યુ'

આ બધા વચ્ચે ગુરુવારે ભાજપ તરફથી રાજ્યમાં બધા ધારાસભ્યોની એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી. જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રેના તરફથી આ જાણકારી આપવામાં આવી. રેનાએ કહ્યુ કે પક્ષ ઈચ્છે છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓને આગામી વર્ષે યોજાનાર સંસદીય ચૂંટણીઓ સાથે જ કરાવી લેવામાં આવે.

રાજ્યપાલે વિધાનસભા કરી દીધી હતી ભંગ

રાજ્યપાલે વિધાનસભા કરી દીધી હતી ભંગ

બુધવારે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો તો રાજ્યપાલે તે જ સમયે વિધાનસભા ભંગ કરી દીધી. પીડીપીથી અલગ બે ધારાસભ્યોવાળી પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને પણ રાજ્યપાલ સામે ભાજપ અને બીજા બે ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો.

આ પણ વાંચોઃ જમ્મૂ-કાશ્મીરઃ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, સરકાર બનાવવાની સંભાવના ખતમઆ પણ વાંચોઃ જમ્મૂ-કાશ્મીરઃ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, સરકાર બનાવવાની સંભાવના ખતમ

English summary
ram madhav attacks mehbooba mufti, says she never claimed to form government in jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X