For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો સંસદમાં કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરીશુ: કેશવ પ્રસાદ મૌર્ય

વર્ષ 2019 લોકસભા ઈલેક્શન પહેલા દેશમાં રામમંદિર મુદ્દો ફરી એકવાર ગરમ થઇ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 લોકસભા ઈલેક્શન પહેલા દેશમાં રામમંદિર મુદ્દો ફરી એકવાર ગરમ થઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સંસદમાં કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. પત્રકારો સાથે વાતચીત કરતા કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિર મુદ્દો હાલમાં સુપ્રીમકોર્ટમાં છે અને તેમને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે. તેમને જણાવ્યું કે દેશના કરોડો લોકો અયોધ્યામાં મંદિર બનતું જોવા માંગે છે અને ભાજપા માટે આ આસ્થાનો મહત્વનો વિષય છે.

વાંચો: મને ગોળી મારવી હોય તો મારી દો પરંતુ અયોધ્યામાં રામમંદિર તો બનાવીને જ રહીશઃ તોગડિયા

રામ મંદિર અંગે ત્રીજો વિકલ્પ ખુલ્લો છે

રામ મંદિર અંગે ત્રીજો વિકલ્પ ખુલ્લો છે

રામ મંદિર અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોને વિશ્વાસ છે કે સુપ્રિમકોર્ટનો જલ્દી ચુકાદો આવશે અને રામ મંદિર નિર્માણમાં આવનારી અડચણો જલ્દી દૂર થશે. રામ મંદિર અંગે જલ્દી ચુકાદો આવશે અથવા વાતચીત માધ્યમ ઘ્વારા કોઈ રસ્તો કાઢવામાં આવશે. અમારી સામે સંસદમાં કાનૂન બનાવવાનો રસ્તો પણ ખુલ્લો છે.

સંતો ધીરજ રાખે, અયોધ્યામાં રામ મંદિર ચોક્કસ બનશે: યોગી આદિત્યનાથસંતો ધીરજ રાખે, અયોધ્યામાં રામ મંદિર ચોક્કસ બનશે: યોગી આદિત્યનાથ

રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી

રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી

યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યસભામાં અમારી પાસે બહુમત નથી. જો રાજ્યમાં સરકાર પાસે બહુમત હોત તો અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાનો રસ્તો ખુલ્લો હતો. તેમને જણાવ્યું કે હાલમાં અમારી પાસે બહુમત નથી એટલા માટે આવું કરવું સંભવ નથી. કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામમંદિર મુદ્દો હાલમાં સુપ્રીમકોર્ટમાં છે અને તેમને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે.

જેમ મસ્જિદ તોડી હતી, તેવી જ રીતે મંદિર બનાવી લઈશુ, પ્લાન તૈયાર: રામવિલાસ વેદાંતીજેમ મસ્જિદ તોડી હતી, તેવી જ રીતે મંદિર બનાવી લઈશુ, પ્લાન તૈયાર: રામવિલાસ વેદાંતી

રામમંદિર પર સમર્થન નહીં મળે

રામમંદિર પર સમર્થન નહીં મળે

કેશવ પ્રસાદ મૌર્યને જયારે પૂછવામાં આવ્યું કે બહુમત નહીં હોવા છતાં એસસી/એસટી બિલ અને ઓબીસી સંબંધિત બિલ રાજ્યસભામાં પાસ કરાવી દીધું તો રામમંદિર પણ કેમ સમસ્યા આવી રહી છે. તેના પર કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંને મુદ્દાઓ અલગ અલગ છે. એસસી/એસટી બિલ અને ઓબીસી સંબંધિત બિલ પર બીજી પાર્ટીઓ ઘ્વારા સમર્થન મળી ગયું હતું, પરંતુ રામ મંદિર મુદ્દે બીજી પાર્ટીઓ સમર્થન નહીં કરે.

English summary
Ram Mandir in Ayodhya: Option of Passing Law in Parliament Also Open, Says Keshav Prasad Maurya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X