For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને આપી રામનવમીની શુભકામનાઓ, કહ્યુ - 'જય શ્રીરામ'

આજે આખા દેશમાં રામ નવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ રામનવમીના અવસર પર દેશવાસીઓને શુભકામના આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે આખા દેશમાં રામ નવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ રામનવમીના અવસર પર દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'રામનવમીની મંગળકામનાઓ. દેશવાસીઓ પર ભગવાન શ્રીરામની અસીમ અનુકંપા સદાય બની રહે. જય શ્રીરામ.' આ સાથે તેમણે પોતાના આગલા ટ્વિટમાં લખ્યુ છે કે આજે રામનવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આપણા સૌને એ જ સંદેશ છે કે મર્યાદાઓનુ પાલન કરીએ. કોરોનાના આ સંકટ કાળમાં કોરોનાથી બચવાના જે પણ ઉપાય છે, કૃપા કરીને તેનુ પાલન કરો. 'દવાઈ પણ, કડાઈ પણ'ના મંત્રને યાદ રાખો.

modi-kovind

વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કર્યુ છે કે રામ નવમીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસ પર મનાવાતો આ પર્વ, આપણને જીવનમાં મર્યાદાનુ પાલન કરવાની પ્રેરણા આપે છે. આવો, આપણે સૌ એ સંકલ્પ કરીએ કે કોવિડ-19 મહામારીને પણ આપણે સત્યનિષ્ઠા તેમજ સંયમથી પરાજિત કરીશુ.

રામ નવમી વિશે ખાસ વાતો

ચૈત્ર મહિનાની નવમીને રામ નવમી કહેવામાં આવે છે કારણકે આ દિવસે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામનો જન્મ થયો હતો. માટે ભક્તો આ નવમીને શ્રી રામના જન્મોત્સવ રૂપે મનાવે છે. આજે શ્રીરામની પૂજા કરતી વખતે ''ऊॅ રામભદ્રાય નમઃ' મંત્રનો જાપ કરો તો કાર્યોમાં આવતી સમગ્ર અડચણો દૂર થઈ જાય છે. આ દિવસે 'ऊॅ જાનકી વલ્લભાય સ્વાહા' મંત્રની 10 માળા કરવાથી માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એવી માન્યતા છે કે અસુરોના રાજા રાવણનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ ત્રેતા યુગમાં રામ રુપે સાતમો અવતાર લીધો હતો.

ઉત્તર પ્રદેશમાં 1મેથી ફ્રીમાં લગાવવામાં આવશે કોરોનાની રસીઉત્તર પ્રદેશમાં 1મેથી ફ્રીમાં લગાવવામાં આવશે કોરોનાની રસી

English summary
Ram Navmi 2021: PM Modi and President Kovind greet the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X