For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ IASના થઈ રહ્યા છે વખાણ, ખાસ કામ માટે 10 કિલોમીટર ચાલે છે

મેઘાલયમાં તૈનાત એક IAS અધિકારી તમામ સરકારી તામઝામ છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિલોમીટર ચાલે છે.

|
Google Oneindia Gujarati News

મેઘાલયમાં તૈનાત એક IAS અધિકારી તમામ સરકારી તામઝામ છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિલોમીટર ચાલે છે. મેઘાલયમાં ડેપ્યુટી કમિશનરની પોસ્ટ પર તૈનાત IAS રામ સિંહના દર અઠવાડિયે 10 કિલોમીટર ચાલવા પાછળ ખાસ કારણ છે. તેઓ સ્થાનિક ખેડૂતોને મદદ કવરા માટે આટલું ચાલે છે. એટલું જ નહીં આ રીતે તેઓ આરોગ્ય અને પર્યાવરણ બચાવવા માટે પણ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રામસિંહ વિશે જાણતા પહેલા એ સમજવું જરૂરી છે કે તેમના આ વર્તન વિશે સોશિયલ મીડિયા દ્વારા જેમ જેમ લોકોને માહિતી મળી રહી છે, તેમ તેમ તેમના વખાણ થઈ રહ્યા છે.

10 કિલોમીટર ચાલીને જાય છે IAS

10 કિલોમીટર ચાલીને જાય છે IAS

IAS રામ સિંહ હાલ મેઘાલયના વેસ્ટગારો હિલ્સ જિલ્લામાં ડેબ્યુટી કમિશનરના પદ પર તેનાત છે. તેમનો અઠવાડિયામાં એક દિવસ 10 કિલોમીટર ચાલવાનો અંદાજ ત્યારે ખાસ હોય છે, જ્યારે તેમના આ મિશનમાં તેમની પત્ની પણ સાથે હોય. ફક્ત પત્ની જ નહીં, પરંતુ તેમની પુત્રી પણ માતાની પીઠ પર પહાડી પગદંડીઓના ચડાવ ઉતારને મહેસૂસ કરે છે. હકીકતમાં તો આ 10 કિલોમીટર ચાલવાનો નિર્ણય પતિ પત્નીએ ભેગા જ કર્યો છે. ખાસ વાત એ છે કે આ સફરમાં રામસિંહની પીઠ પર ઓર્ગેનિક શાકભાજી ભરેલું વાંસનું બાસ્કેટ હોય છે, જેમાં ઓછામાં ઓછું 20 કિલો શાકભાજી હોય છે.

સ્થાનિક ખેડૂતોને મદદ માટે ચાલે છે

સ્થાનિક ખેડૂતોને મદદ માટે ચાલે છે

સરકારી ગાડી બંગલામાં ચોડીને રામસિંહ વેસ્ટ ગારો હિલ્સની તમામ પહાડી પગદંડીઓ પર તો ક્યારેક પહાડી રસ્તા પર 10 કિલોમીટર ચાલવા પાછળ કારણ એ છે કે તે સ્થાનિક ખેડૂતોએ ઉગાડેલું શાકભાજી જ ખરીદવા ઈચ્છે છે. જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમને મદદ થઈ શકે. તેમણે સોશિય લમીડિયા પર પોતાના કેટલાક ફોટોઝ પોસ્ટ કરીને લખ્યું હતું, '21 કિલો ઓર્ગેનિક શાકભાજીનું શોપિંગ, ન પ્લાસ્ટિક, ન વાહનનું પ્રદૂષણ, ન ટ્રાફિક જામ સાથે સાથે મોર્નિંગ વૉક' આ ઉપરાંત તેઓ #fitindia, #fitmeghalaya, #saynotoplastic નાખીને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે.

પ્લાસ્ટિક છોડવાનો સંદેશ

પ્લાસ્ટિક છોડવાનો સંદેશ

રામસિંહના સોશિયલ મીડિયા પર એવા સંખ્યાબંધ ફોટા છે, જેમાં તે દૂર દૂરના વિસ્તારોમાં ચાલતા જતા દેખાય છે. તેમના કહેવા પ્રમાણે, 'લોકો ફરિયાદ કરતા હતા કે શાકભાજી ઉઠાવીને ચાલવું મુશ્કેલ છે. મેં તેમને સલા આપી કે કોકચેંક (વાંસથી બનેલું લોકલ બાસ્કેટ) લઈને ચાલો, જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો થશે. પરંતુ તેઓ હસીને ટાળી દેતા હતા. એટલે હું મારી પત્ની અને વાંસનું બાસ્કેટ લઈને માર્કેટ જવા લાગ્યો તો મને ખ્યાલ આવ્યો કે આ તો ઘણું ફાયદાકારક છે.'

હિમાચલના વતની છે

હિમાચલના વતની છે

હિમાચલ પ્રદેશના વતની રામસિંહ 1 ડિસેમ્બર, 2017થી વેસ્ટ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર પદ પર તૈનાત છે. તેમના મેસેજથી જાહેર છે કે તેઓ પોતાની આ ઝુંબેશથી સ્થાનિક ખેડૂતોના સીધા સંપર્કથી તેમનું ઓર્ગેનિક શાકભાજી ખરીદીને તેની મદદ તો કરે જ છે, પરંતુ સાથે જ પોતાના પરિવારને ફિટ રાખીને બીજાને પણ ફિટ રહેવા તેમજ પ્લાસ્ટિનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો: હિંમતને સલામ: બાળકોને ભણાવવા ગળા સુધીના પાણીમાં તરીને જાય છે આ શિક્ષિકા

English summary
ram singh meghalaya ias officer walks 10 km in a week to help farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X