અયોધ્યામાં રામમંદિર 1,100 કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશે - BBC TOP NEWS
અયોધ્યામાં રામમંદિર સાડા ત્રણ વર્ષમાં બની જશે અને એની પાછળ 1,100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, એવું મંદિરના ટ્રસ્ટનું કહેવું છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજનું કહેવું છે, "મુખ્ય મંદિરના નિર્માણમાં સાડા ત્રણ વર્ષ લાગશે."
તેમનું કહેવું છે કે મુખ્ય મંદિરના નિર્માણનો ખર્ચ 300-400 કરોડ રૂપિયા જેટલો થશે પણ 70 એકરના પરિસરના વિકાસની કિંમતને જોડતાં 1,100 કરોડ જેટલો ખર્ચ થશે.
તેમને એવું પણ કહ્યું છે કે રામમંદિરના બાંધકામ સાથે સંકળાયેલા તજજ્ઞો સાથે ચર્ચા બાદ આ અંદાજ તૈયાર કરાયો છે.
- ડિજિટલ વોટર કાર્ડ આજથી આપશે ચૂંટણીપંચ, ઘરે બેઠાં કઈ રીતે મેળવી શકાશે?
- ઉત્તરાખંડના એક દિવસનાં મુખ્ય મંત્રી બનનારાં સૃષ્ટિ ગોસ્વામી કોણ છે?
વરુણ ધવન અને નતાશા દલાલે લગ્ન કર્યાં
https://www.instagram.com/p/CKb3BcTBEMs/?utm_source=ig_embed
વરુણ ધવન અને નતાશા દલાલે રવિવારે અલીબાગ ખાતે લગ્ન કર્યાં હતાં.
વરુણ ધવને તેમનાં લગ્નની પહેલી તસવીર લગ્નની થોડી મિનિટો બાદ તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી.
મૅક્સિકોના રાષ્ટ્રપતિ કોરોના સંક્રમિત
મૅક્સિકોના રાષ્ટ્રપતિ ઍન્ડ્રેઝ મૅનુઅલ લોપેઝ એબ્રાડોર કોવિડ-19થી સંક્રમિત થયા છે.
તેમણે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
67 વર્ષીય એબ્રાડોરે કહ્યું છે કે સંક્રમણનાં સામાન્ય લક્ષણો જોવા મળ્યાં છે અને તેઓ પ્રતિનિધિ થકી રાજકીય કામકાજ સંભાળશે.
તેમણે જણાવ્યું છે કે સોમવારે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરશે અને આ દરમિયાન મૅક્સિકોમાં રશિયાની સ્પુતનિક રસીની આપૂર્તિ પર ચર્ચા કરાશે.
કોરોના વચ્ચે હરિદ્વારમાં કુંભનો મેળો, SOP જાહેર
એનડીટીવીના અહેવાલ પ્રમાણે હરિદ્વારમાં યોજાનારા 2021ના કુંભના મેળા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે.
જેમાં લખ્યું છે કે કુંભનો મેળો 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 30 એપ્રિલ 2021 સુધી ચાલી શકે છે.
શ્રદ્ધાળુઓએ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવીને નૅગેટિવ રિપોર્ટ સાથે લઈ જવો પડશે, તેના સિવાય મેળામાં પ્રવેશ નહીં મળે.
મેળામાં દરરોજ 10 લાખ લોકો આવે એવી શક્યતા સેવાઈ રહી છે, જોકે પર્વ સ્નાન અથવા શાહી સ્નાનના દિવસે 50 લાખ લોકો આવી શકે છે.
ઉત્તરાખંડ સરકારે સુનિશ્ચિત કરવાનું રહેશે કે કુંભના મેળામાં માત્ર એ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટ લાઇન વર્કર્સને તહેનાત કરાય, જેમનું રસીકરણ થઈ ગયું છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો