For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિર અંગે બોલ્યા ભાગવત, ‘બહુ જોવાઈ રાહ'

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. ભાગવતે કહ્યુ કે રામ મંદિર કરોડો હિંદુઓની ભાવના સાથે જોડાયેલો મુદ્દો છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી નજીક આવતાની સાથે જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે સતત રાજકારણ ગરમાતુ જોવા મળી રહ્યુ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. ભાગવતે કહ્યુ કે રામ મંદિર કરોડો હિંદુઓની ભાવના સાથે જોડાયેલો મુદ્દો છે. સૂત્રોની માનીએ તો ભાગવતે આ નિવેદન દેશભરના અમુક પ્રચારકોની બેઠક દરમિયાન વારાણસીમાં આપ્યુ છે. વારાણસીમાં ચાલી રહેલ પ્રચારક વર્ગ શિબિરના છઠ્ઠા અને અંતિમ દિવસે રામ મંદિરનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો.

આ પણ વાંચોઃ રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ બાબાઆ પણ વાંચોઃ રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ બાબા

કોર્ટ અને સરકારનો નિર્ણય

કોર્ટ અને સરકારનો નિર્ણય

ભાગવતે કહ્યુ કે હિંદુ સમાજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની રાહ જોઈ રહ્યા છે. પુરાતત્વિક પુરાવા પણ સામે આવી ગયા છે. કોર્ટ અને સરકારે મળીને કરોડો હિંદુઓની ભાવનાનું ધ્યાન રાખીને નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યુ બહુ રાહ જોઈ. ભાગવતે કહ્યુ કે રામ મંદિરને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ આપણી નૈતિક જવાબદારી છે કે દેશના બહુસંખ્યક લોકોની ભાવનાનું સમ્માન કરવામાં આવે. દેશ જ નહિ પરંતુ દુનિયાભરના લોકો આ ઈચ્છે છે.

રામદેવે પણ કરી વકીલાત

રામદેવે પણ કરી વકીલાત

તમને જણાવી દઈએ કે આ પહેલા બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકર સહિત તમામ લોકોએ રામ મંદિર નિર્માણ માટે મોટુ નિવેદન આપ્યુ છે. બાબા રામદેવે કહ્યુ હતુ કે રામ મંદિરના મુદ્દે કેન્દ્ર સરકારે વટહુકમ લાવવો પડશે કે સંસદમાં કાયદો બનાવવો પડશે. રામદેવે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલે મોડુ કરી રહી છે. જનતાનો વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. રામ મંદિર અંગે લોકોમાં ઘણો ગુસ્સો છે. રામ મંદિર ન બન્યુ તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ગરમાશે અને તેનાથી સામાજિક વૈમનસ્ય પેદા થશે. બાબાએ કહ્યુ કે આનાથી દેશને નુકશાન થવાની આશંકા છે.

મોદીથી મોટુ રામભક્ત અને રાષ્ટ્રભક્ત કોણ

મોદીથી મોટુ રામભક્ત અને રાષ્ટ્રભક્ત કોણ

રામદેવે કહ્યુ કે મોદીથી મોટુ રામભક્ત-રાષ્ટ્રભક્ત કોણ છે, એટલા માટે મંદિર નિર્માણનું કામ સંસદથી થવુ જોઈએ. તેમણે કહ્યુ કે સમગ્ર દેશમાં ધર્મ, જ્ઞાન, સંસ્કૃતિ અને સભ્યતાનું કેન્દ્ર છે કાશી. આપણા સમગ્ર અનુષ્ઠાનમાં આ સંસ્કૃતિ દેખાવી જોઈએ. વિશ્વ હિંદુ પરિષદ સહિત જે પણ સંગઠન મંદિર નિર્માણ માટે 25 નવેમ્બરે આંદોલન કરી રહ્યા છે, તે ઠીક છે. આ મુદ્દે બધાએ એકજૂટ થઈને દબાણ કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ DU નકલી ડિગ્રી મામલોઃ ભ્રષ્ટ-ચોર કહ્યા બાદ રાહુલે હવે મોદીના શિક્ષણ પર કર્યા સવાલઆ પણ વાંચોઃ DU નકલી ડિગ્રી મામલોઃ ભ્રષ્ટ-ચોર કહ્યા બાદ રાહુલે હવે મોદીના શિક્ષણ પર કર્યા સવાલ

English summary
Ram Temple: Mohan Bhagwat says enough for wait we should respect the people's emotions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X