For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોને વોટ આપશે લાપતા વિધાયક આનંદ સિંહ

કર્ણાટક વિધાયકોની જોડ તોડ કરવાની રાજનીતિ ચરમસીમા પર પહોંચી ચુકી છે. બધી જ પાર્ટી પોતાના વિધાયકોને પોતાની તરફ રાખવા માટે પુરજોશ કોશિશ કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાયકોની જોડ તોડ કરવાની રાજનીતિ ચરમસીમા પર પહોંચી ચુકી છે. બધી જ પાર્ટી પોતાના વિધાયકોને પોતાની તરફ રાખવા માટે પુરજોશ કોશિશ કરી રહી છે. કોંગ્રેસ અને જેડીએસ સામે સમસ્યા છે કે કઈ રીતે તેઓ પોતાના વિધાયકોને સુરક્ષિત રાખી શકે, જયારે બીજેપી સામે સમસ્યા છે કે તેઓ કઈ રીતે બહુમતનો આંકડો પાર કરી શકે. કોંગ્રેસના લાપતા વિધાયક આનંદ સિંહ બીજેપીમાં ચાલ્યા ગયા છે તેવું છેલ્લા કેટલાક સમયથી જણાવવામાં આવી રહ્યું હતું. આનંદ સિંહ કોને વોટ આપશે તેના વિશે ખુલાસો કોંગ્રેસ નેતા રામલિંગા રેડ્ડી ઘ્વારા કરવામાં આવ્યો છે.

તેઓ અમારા માટે ચોક્કસ વોટ કરશે

તેઓ અમારા માટે ચોક્કસ વોટ કરશે

લાપતા વિધાયક આનંદ સિંહ હજુ સુધી મીડિયા સામે નથી આવ્યા પરંતુ આનંદ સિંહ અંગે કોંગ્રેસ વિધાયક રામલિંગા રેડ્ડી ઘ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને કહ્યું છે કે હાલમાં કોંગ્રેસ વિધાયક આનંદ સિંહ અમારી વચ્ચે હાજર નથી પરંતુ તેઓ અમારા નેતાઓના સંપર્કમાં છે. તેઓ આજે વિધાનસભા આવશે અને અમારા માટે જ વોટ કરશે. તેઓ અમારી સાથે છે અને પાછા આવી જશે.

આનંદ સિંહ ઘ્વારા જ બીજેપી પર 100 કરોડ રૂપિયા આપવાનો આરોપ

આનંદ સિંહ ઘ્વારા જ બીજેપી પર 100 કરોડ રૂપિયા આપવાનો આરોપ

આપણે જણાવી દઈએ કે આનંદ સિંહ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ ઈલેક્શન વખતે તેઓ કોંગ્રેસ તરફ ચાલ્યા ગયા. આનંદ સિંહ તે વિધાયક છે જેમને બીજેપી પર 100 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યા હતો. આ પહેલા કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આનંદ સિંહનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

અમને ખબર છે કે કયો મંત્રી આનંદ સિંહના સંપર્કમાં છે

અમને ખબર છે કે કયો મંત્રી આનંદ સિંહના સંપર્કમાં છે

આ પહેલા ગુલામ નબી આઝાદ ઘ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અમને ખબર છે કે કયો મંત્રી આનંદ સિંહના સંપર્કમાં છે. તેમની પર કેવી રીતે દબાવ બનાવવામાં આવી રહ્યો છે તેમની પાસે તેની કોલ ડીટેલ પણ છે.

English summary
Ramalinga reddy on congress mla anand singh says he will definitely vote for us in floor test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X