Ramadan 2019: 7 મેના રોજ થશે પહેલા રોજા, જાણો કેટલીક ખાસ વાતો
નવી દિલ્હીઃ રામજાન ઉલ મુબારકનો ચાંદ 5મી મે એટલે કે રવિવારે જોવા ન મળ્યો, જેથી રમજાનના પહેલા રોજા મંગળવારે 7મી મેના રોજ રાખવામાં આવશે. આ ઘોષણા દારુલ કજા ઈમારત-એ-શરિયા ફુલવારીશરીફના કાજી-એ-શરિયાત મૌલાના અબ્દુલ જલીલ કાસમીએ કરી છે. મરકજી મલિસ રુયત હેલાલ ખાનકાહ મુજીબિયા ફુલવારીશરીફ અને બિહાર રિયાસત રૂયત હેલાલ કમિટીએ પણ સૂચના આપી છે કે દેશના કોઈપણ ખુણેથી ચાંદ દેખાયો હોવાની સૂચના મળી નથી.

7મી મેએ પહેલા રોજ
જણાવી દઈએ કે ઈસ્લામિક કેલેન્ડરનો આ મહિનો ત્યાગ, સેવા, સમર્પણ અને ભક્તિનો છે, માટે રમજાન અથવા રમદાનને બહુ પવિત્ર માનવામાં આવે છે, આ ઈસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો છે, મરજાનને કુરાનના જશ્નનો પણ મોકો માનવામાં આવે છે. આ દરમિયાન તમામ ઈસ્લામિક લોકો રોજા રાખે છે.

રમજાનના મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે
માન્યતા છે કે રમજાનના મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને જે રોજા રાખે છે તેને જ જન્નત નસીબ થાય છે. પૈગમ્બર ઈસ્લામ મુજબ રમજાન મહિનાનો પ્રથમ અશરા (10 દિવસ) રહમતના, દ્વીતિય અશરા મગફિરત અને તૃતિય અશરા દોજખથી આઝાદી અપાવવાનો છે. આ મહિને પ્રેમ અને તેના પર સંયમ રાખવું જોઈએ એવું એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે દરેક મુસલમાને રોજા રાખવા જોઈએ.
અલ્લાહની બંદગી અને ઈબાદતનો પવિત્ર માસ એટલે 'રમજાન'

નશીલી ચીજોનું સેવન ન કરવું જોઈએ
આ દરમિયાન માત્ર અલ્લાહની ઈબાદત કરવી જોઈએ અને સહરી તથા ઈફ્તારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન દારૂ, સિગરેટ, તમાકુ અને નશીલી ચીજોનું સેવન ન કરવું જોઈએ. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ, નવજાતની મા અને સફર કરતા યાત્રિઓને રોજા રાખવાની મનાઈ છે.

દરેક માણસને જકાત આપવાની હોય છે
રમજાન દરમિયાન દરેક મુસલમાનને જકાદ આપવાની હોય છે. જણાવી દઈએ કે જકાદનો મતલબ અલ્લાહના રાહ પર પોતાની આવકમાંથી કેટલાક રૂપિયા કાઢી જરૂરિયાતમંદોને આપવા. કહેવાય છે કે જકાતને રમજાન દરમિયાન જ આપવી જોઈએ જેથી ગરીબો સુધી તે પહોંચે અને તેઓ પણ ઈદ મનાવી શકે.