For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર રામદેવની કંપનીના વેચાણમાં ઘટાડો

બાબા રામદેવની કંપની પતંજલિ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે ભારે નફો કમાઈ રહી છે પરંતુ આખરે પહેલીવાર કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

બાબા રામદેવની કંપની પતંજલિ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે ભારે નફો કમાઈ રહી છે પરંતુ આખરે પહેલીવાર કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે પાતંજલિનો નફો ઘટ્યો છે અને વેચાણમાં ઘટાડો નોંધાયો છે. કંપનીના વેચાણમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારપછી કંપનીનું વેચાણ 8148 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો: બાબા રામદેવનો કપડાનો શોરૂમ લોન્ચ, પતંજલિ જીન્સ ખરીદી શકશો

બાબા રામદેવે પોતાની કંપનીનું ટાર્ગેટ રાખ્યું

બાબા રામદેવે પોતાની કંપનીનું ટાર્ગેટ રાખ્યું

માનવામાં આવી રહ્યું છે કે વેચાણમાં ઘટાડાનું કારણ કંપનીના મૂળભૂત ઢાંચામાં ઉણપ અને માલ યોગ્ય સમયે લોકો સુધી નહીં પહોંચવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે બાબા રામદેવે પોતાની કંપનીનું ટાર્ગેટ રાખ્યું હતું કે ત્રણ થી પાંચ વર્ષની અંદર કંપનીનું ટર્ન ઓવર 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેશે. પરંતુ આ ટર્ન ઓવર 10,000 કરોડ સુધી પહોંચવામાં પણ મુશ્કિલ થઇ રહ્યું છે.

ઉત્પાદનના વિતરણમાં ખામી

ઉત્પાદનના વિતરણમાં ખામી

બાબા રામદેવની કંપનીમાં ટર્ન ઓવર ઓછું થવા માટે સૌથી મોટી ખામી ઉત્પાદનના વિતરણમાં જોવા મળી રહી છે. જે રીતે કંપની નવા ડિસ્ટ્રીબ્યુટર પર વધારે ધ્યાન આપી રહી છે અને જુના ડિસ્ટ્રીબ્યુટર ને નજરઅંદાઝ કરી રહી છે, તેને કારણે કંપનીના વેચાણ પર ખરાબ અસર પડી રહી છે.

બાબા રામદેવની કંપનીના પ્રોડક્ટ

બાબા રામદેવની કંપનીના પ્રોડક્ટ

આ પહેલા બાબા રામદેવની કંપનીના પ્રોડક્ટના વેચાણમાં ભારે વધારે જોવા મળ્યો હતો. જ્યાં લોકોને મોટી મોટી કંપનીની પ્રોડક્ટની તુલનામાં પતંજલિ ઘ્વારા સસ્તામાં પ્રોડક્ટ મળી શકતી હતી. પરંતુ હવે કંપનીના વિતરણમાં આવેલી ખામીઓને કારણે કંપનીને નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે.

English summary
Ramdev company Patanjali faces decline in sale first time in last five year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X