વાઢેરા પરિવારના મૃત્યુઓની CBI તપાસ થવી જોઇએ : રામદેવ

જોકે બાબા રામદેવે પોતાના ગુરુના ગૂમ થયાની તપાસ સીબીઆઇને સોપવા પર પોતાની સહમતી દર્શાવી હતી, પરંતુ સાથે સાથે તેમણે એમ જણાવ્યું કે આ બધુ કોંગ્રેસના એક મહાસચિવના ઇશારા પર કરવામાં આવી રહ્યું છે. જે કાવતરું છે.
બાબાએ જણાવ્યું કે 'હું આ અંગે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને પત્ર લખીને વિનંતી કરીશ કે તેઓ આ તપાસ સુપ્રિમ કોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવીને કરે'
તેમણે વધુમાં જણાવ્યું કે 'દેશમાં ઘણાબધા ગોટાળાઓની તપાસ બાકી છે, સરકારે જીપથી લઇને જીજાજી સુધીના ગોટાળાની તપાસ કરવી જોઇએ. સરકારે વાઢેરા પરિવારના મૃત્યુઓની પણ તપાસ કરાવવી જોઇએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ સરકારે બાબાના ગુરુના ગૂમ થયાની તપાસ સીબીઆઇને સોપવાની માંગણી કરી છે. બાબા રામદેવ પર આરોપ છે કે તેમણે જ તેમના ગુરુને ગાયબ કરાવ્યા છે.












Click it and Unblock the Notifications
