• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજથી રામદેવ 'સ્વદેશી' અભિયાન શરૂ કરશે

|

નવી દિલ્હી, 2 ઑક્ટોબર : આજથી બાબા રામદેવ વિદેશી બ્રાન્ડસ વિરૂધ્ધ તેમનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે. તેમનું અભિયાન 'સ્વદેશી' અભિયાન તરીકે ઓળખાશે. આ અભિયાન વર્ષ 2014માં આવનારી લોકસભા ચૂંટણીઓ સુધી ચાલશે.

તેઓ સૌપ્રથમ ઉત્તરાખંડના રુરકીથી સ્વદેશી કંપનીઓના સમર્થનમાં રેલી કાઢશે. તેઓ સ્વદેશી અપનાવો અને વિદેશી ભગાવોના નારા સાથે પ્રદર્શનનો આરંભ કરાવશે. આ અભિયાન લોકસભા ચૂંટણી 2014 સુધી ચાલુ રહેશે.

રામદેવ બાબાનું 'સ્વદેશી' અભિયાન દેશના 650 જિલ્લાઓમાં જશે અને સ્વદેશી વસ્તુઓને અપનાવવા પ્રોત્સાહન આપશે. આ જાહેરાત સમયે બાબા રામદેવે જણાવ્યું કે સરકાર વિદેશી કંપનીઓના એજન્ટ તરીકે કામ કરી રહી છે.

English summary
Today Baba Ramdev's starts his swadeshi movement from Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X