For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહ

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ નથી બની શકતો. જેના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર અંગે હાલમાં હિંદુવાદી સંગઠન ઘણા સક્રિય થઈ ગયા છે. એક વાર ફરીથી મંદિર બનાવવાના મુદ્દાએ ઘણુ જોર પકડી લીધુ છે. આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબાલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ નથી બની શકતો. જેના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ કોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદી

‘રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિર'

‘રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિર'

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે એમાં કોઈ શંકા નથી કે પટેલજીની મૂર્તિ ઘણી સુંદર અને ભવ્ય બની છે. જો હોસબાલે આ કહી રહ્યા છે કે રામ મંદિર બનવુ જોઈએ તો અમને તેમાં કોઈ વાંધો નથી અને હવે આ વાત પર બીજા કોઈને પણ વાંધો હોવો જોઈએ. હું બસ અત્યારે એટલુ જ કહુ છુ કે રામલલ્લાનો વનવાસ હવે જલ્દી ખતમ થશે, મંદિર જલ્દી બનશે અને શાંતિ-સૌહાર્દથી બનશે. રાજનાથ સિંહે આ નિવેદન રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યુ.

મંદિર ન બન્યુ તો કરી લઈશ આત્મવિલોપનઃ સ્વામી પરમહંસ દાસ

મંદિર ન બન્યુ તો કરી લઈશ આત્મવિલોપનઃ સ્વામી પરમહંસ દાસ

ગૃહમંત્રીએ વટહુકમના વિકલ્પના સવાલ પર કહ્યુ કે મારે જે કહેવાનું હતુ તે કહી દીધુ, મંદિર બનશે તો ભવ્ય બનશે. તમને જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણમ માટે આમરણાંત ઉપવાસ કરી ચૂકેલા સ્વામી પરમહંસદાસ એક દિવસ પહેલા સરકારને ડેડલાઈન આપતા કહ્યુ છે કે જો 5 ડિસેમ્બર સુધી સરકાર રામ મંદિર નિર્માણ પર કોઈ ઠોસ પહેલ નહિ કરી શકે તો તે 6 ડિસેમ્બરે બપોરે 12 વાગે આત્મવિલોપન કરી લેશે.

લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અયોધ્યા

લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અયોધ્યા

યોગ ગુરુ બાબા રામદેવે પણ કહ્યુ છે કે હાલમાં કેન્દ્ર અને યુપી બંને જગ્યાએ ભાજપની સરકાર છે. જો હવે મંદિર ન બન્યુ તો જનતાનો ભરોસો સરકાર પરથી ઉઠી જશે. તમને જણાવી દઈએ કે બાબરી ધ્વંસની વરસી પહેલા 4-5 ડિસેમ્બરે લાખોની સંખ્યામાં નાગા સાધુ અયોધ્યા પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોઃ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી ગળી ગઈ પિન, ફેફસામાંથી આ રીતે ડૉક્ટરોએ કાઢીઆ પણ વાંચોઃ સ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી ગળી ગઈ પિન, ફેફસામાંથી આ રીતે ડૉક્ટરોએ કાઢી

English summary
Ramlal's Exile Will End, Soon To Become Ram Temple said Rajnath Singh,Home Minister was in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X