રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રામનાથ કોવિંદે ભર્યું નામાંકન ફોર્મ

Posted By:
Subscribe to Oneindia News

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદે આજે સવારે 11 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામંકન ફોર્મ ભર્યું. આ દરમિયાન 20 રાજ્યોના સીએમ અને અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એનડીએના ઉમેદવાદ રામનાથ કોવિંદની સામે વિપક્ષે ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારને મેદાનમાં ઉતાર્યા છે. મીરા કુમાર 27 જૂને આ માટે તેમનું નામાકંન ફોર્મ ભરશે. સાથે રામનાથ કોવિંદના નામકન ભર્યા પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રામનાથ કોવિંદનું સમર્થન કરતા વિપક્ષની મુશ્કેલીઓ વધી છે.

RamNath Kovind

રામનાથ કોવિંદના નામાંકન વખતે અમિત શાહ સમેત લગભગ 40 થી 50 જેટલા વરિષ્ઠ ભાજપના નેતાઓએ ત્યાં હાજરી આપી હતી. જાણકારોનું માનીએ તો દલિત નેતાની છબી ધરાવતા રામનાથ કોવિંદ જ આવનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ બને તેવી સંભાવના વધુ રહેલી છે. 28મી જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. જે જોતા આવનારા સમયમાં મીરા કુમાર કે રામનાથ કોવિંદ આ બન્ને દલિત નેતાઓમાંથી કોણ ભારતના નવા રાષ્ટ્રપતિ બનશે તે હવે જોવાનું રહ્યું.

English summary
Ram Nath Kovind files nomination papers for the next President of India elections
Please Wait while comments are loading...