રામનાથ કોવિંદ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું કરશે ઉદ્ધાટન, પહોંચ્યા મોટેરા
આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થઈ રહ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવા અમદાવાદ પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન થશે. ગૃહ મંત્રી અમિત શાહ અને કિરણ રિજૂજૂ પણ હાજર રહેશે. આ પ્રસંગે રાજ્યપાલ અને DyCM નીતિન પટેલ પણ હાજર રહેશે એટલું જ નહીં પરંતુ દેશના પૂર્વ ક્રિકેટરો સચિન તેંડુલકર અને કપિલ દેવ પણ હાજર રહેશે.
આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ કરવામાં આવી છે. આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. ડે-નાઇટ ટેસ્ટ મેચને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. હોટેલથી લઇ સ્ટેડિયમ સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. સ્ટેડીયમમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડથી ચેકીંગ શરૂ કર્યું છે. આ સ્ટેડીયમને 800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રથમ ટેસ્ટને રેકોર્ડ 26 મિલિયન લોકોએ જોઇ, પિંક બોલ ટેસ્ટને લઇ ભારે ઉત્સાહ