• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ ગાંધી બોલ્યા, 'અરે ભાઈ સાંભળો તો ખરા, તાળી તો પાડો'

|

આને દેશમાં પરિવર્તનની લહેર કહીંએ કે પછી કોંગ્રેસનું પત. હવે ના તો કોંગ્રેસની રેલીઓમાં કોઇ ઉત્સાહ રહે છે અને ના તો શહેજાદે રાહુલ ગાંધીને કોઇ સાંભળવા માગે છે. હાલત એ છે કે, રેલીની વચ્ચે રાહુલ ગાંધીએ જનતાને કહેવું પડે છે કે, અરે સાંભળી તો લો, હું શું કહીં રહ્યો છું...! એટલું જ નહીં, જ્યારે જનતા તેમનું ભાષણ સાંભળીને કંટાળી જવા લાગી તો, મજબૂરીમાં તાલીઓ વગાડવા માટે રાહુલે જાતે જ કહેવું પડ્યું કે, અરે ભાઇ તાળી તો પાડો, તાળીઓ વગર મજા નથી આવતી...

જી હાં, આવું જ કંઇક કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રામપુરમાં આયોજિત રેલીમાં થયું હતું. અલીગઢમાં જનતાને સંબોધિત કર્યા બાદ તુરત ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં પહોંચ્યા. ત્યાં તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને સમર્થકો તેમની રાહ જોઇ રહ્યાં હતા. રાહ ઘણી જોઇ, પણ ભાષણ ભાગ્યેજ કોઇએ ધ્યાનથી સાંભળ્યું. આ વાતનું પ્રમાણ અન્ય કોઇ નહીં પરંતુ રાહુલ ગાંધીએ આપ્યું છે. રાહુલ ગાંધીએ વારંવાર પોતાના ભાષણમાં જનતાને અપીલ કરવી પડી રહી હતી કે, તેઓ તેમની વાત સાંભળે અને સમજવાનો પ્રયાસ કરે.

એટલું જ નહીં રાહુલે પોતાના ભાષણમાં કંઇક એ રીતે ગેરમાર્ગે જતા રહ્યાં કે, અંત સુધી ભાષણને સંભાળી શક્યા નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, સૂચનાનો અધિકાર અમે તમને આપ્યો. હવે અમે તમને 1 રૂપિયામાં ભોજન આપીશું. શું તમે ક્યારેય સૂચનાના અધિકારનો ઉપયોગ કર્યો છે. જો નથી કર્યો તો આજે જ કરો, કારણ કે કોઇપણ બ્યૂરોક્રેટ અથવા તો નેતાને ચેનથી બેસવાના દો. અમે તમને જણાવી રહ્યાં છીએ, અમારા દ્વારા લાવવામાં આવેલી સ્કીમનો લાભ ઉઠાવો, તો ઘણા આગળ વધશો. પછી દેશનો કોઇ ગરીબ ભુખ્યો નહીં રહે. હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, સૂચના અધિકારને ગરીબી દૂર કરવાનો હથિયાર કેવી રીતે બનાવી શકાય છે.

ભાષણ દરમિયાન એક સ્થળ પર રાહુલે કહ્યું કે, આર્થિક રીતે હિન્દુસ્તાન જેટલી ઝડપથી યુપીએ સરકારથી નીચે ગયું છે, એટલું ક્યારેય નથી ગયું. શબ્દોથી સ્પષ્ટ થાય છે કે, અહીં રાહુલ ગાંધીની જીભ લથડી છે, પરંતુ જો વિપક્ષ આ લાઇનને પકડી લે તો અર્થનું અનર્થ થઇ શકે છે. વિપક્ષ સીધી રીતે કહી શકે છે કે, યુપીએ સરકારે ભારતને નીચે ધકેલવામાં કોઇ કસર છોડી નથી.

રાહુલનો કહેવાનો અર્થ એ હતો કે, યુપીએના રાજમાં જેટલી ઝડપથી હિન્દુસ્તાન આગળ વધ્યુ છે, 10 વર્ષોમાં પહેલા ક્યારેય થયું નથી. જેટલો આમ આદમીને ફાયદો થયો છે, એટલો કોઇને થયો નથી.

સ્પષ્ટતાનો અભાવ

રાહુલ ગાંધીના આજના ભાષણમાં ક્યાંકને ક્યાંક અનુભવની ઉણપ જણાઇ રહી હતી. જેનુ અનુમાન એ વાત પરથી લગાવી શકો છો કે, તેમણે કહ્યું કે, 2004માં આવ્યા ઇન્ડિયા શાઇનિંગનો નારો આપ્યો, 2009માં આવ્યા અને ફરી નારો લગાવ્યો. બધા પ્રેસવળાએ કહ્યું કોંગ્રેસ પાર્ટી હારશે, ઓપીનિયન પોલમાં કહ્યું કોંગ્રેસ હારશે. મે આવ્યો અને કોંગ્રેસ પાર્ટીએ ફરી સરકાર બનાવી. અહીં રાહુલે કોઇ ઠોસ આધાર રજૂ કર્યાં નથી.

રાહુલે કહ્યું, ચૂંટણી જીતવી છે, તો ગરીબીની મદદ કરો, ગરીબોનો વિકાસ કરો, ચૂંટણી જીતીશું. આ લોકો શું કરે છે, ગરીબો પાસે નથી જતા. ગરીબોની વાત નથી સાંભળતા. મીડિયામાં મોટા-મોટા નિવેદન કરે છે. 2014માં ફરીથી આમ આદમની સરકાર બનશે. ગરીબોની સરકાર બનશે. સાંભળી લો, 2014માં એવી સરકાર બનશે, યુવાઓની સરકાર બનશે, જો દેશને બદલી નાખશે. કેવી રીતે બનશે, જે બધાની પાછળ ઉભા છે, તેમને શક્તિ આપીને બદલાશે. તમને શક્તિ આપીને બદલાશે, તમને મજબૂત કરીને બદલાશે. તમે દૂર-દૂરથી આવ્યા છો, દબાણ હતું છતાં પણ આવ્યા. તમે ડરવાના નથી, હું પણ નથી ડરવાનો. ડરાવનાર પણ કોઇ નથી. તમે ગભરાશો નહીં. કોંગ્રેસ પાર્ટી જીતશે, તમારું કામ કરશે.

કોંગ્રેસ યુવરાજના ભાષણની અંતિમ લાઇન વાંચીએ તો ક્યાંય પણ એવું નથી લાગતુ કે, તેમણે કોઇ મજબૂત પક્ષ રજૂ કર્યો હોય અને એક સાંકળના રૂપમાં ગોઠવીને આગળ વધારી હોય. સાચું કહીંએ તો રાહુલના આજના બન્ને ભાષણોમાં માત્ર ખાનાપૂર્તિ જોવા મળી રહી હતી. જો રાહુલ ગાંધી આ રીતે ખાનાપૂર્તિ માટે જ ભાષણ કરતા રહેશે તો નિશ્ચિત 2014માં કોંગ્રેસનો દીપક ઓલવાઇ જશે અને જો આ દીપક ઓલવાઇ જશે તો માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની કારકિર્દી અંધકારમાં આવી જશે.

English summary
rampur aligarh rallies rahul gandhi not addressed like politician
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X