For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબજપતિ ભાઈઓ વચ્ચે મારપીટ, જાણો કેવી રીતે ગુમાવી દીધા 225,00,00,00,000 રૂપિયા

અબજપતિ ભાઈઓ વચ્ચે મારપીટ, ગુમાવ્યા 225,00,00,00,000 રૂપિયા

|
Google Oneindia Gujarati News

રેનબેક્સીના પૂર્વ માલિકો વચ્ચે હવે સંપત્તિનો વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો છે. મલવિંદર સિંહે આરોપ લગાવ્યો છે કે એમના નાના ભાઈ શિવિંદર સિંહે એમની સાથે મારપીટ કરી. એમણે ઘાવનાં નિશાન દેખાડતાં નાના ભાઈ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. મલવિંદરે કહ્યું કે એમના નાના ભાઈ શિવિંદર સિંહે એમની સાથે અને પરિવારજનો સાથે મારપીટ કરી અને ધમકીઓ પણ આપી. જણાવી દઈએ કે મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી સંપત્તિને લઈને બબાલ ચાલી રહી છે.

અબજપતિ ભાઈઓ વચ્ચે મારપીટ

અબજપતિ ભાઈઓ વચ્ચે મારપીટ

જણાવવામાં આવી રહ્યું છે કે મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ 2 વર્ષ પહેલાથી ચર્ચામાં છે, તેમના ઉપર 13000 કરોડનું દેવું ચઢી ગયું હોવાનું માલુમ પડ્યું ત્યારથી આ બબાલ ચાલી રહી છે. આ ત્યારનો મામલો છે જ્યારે એમણે એ સમયની ભારતની સૌથી મોટી દવા કંપની રૈનબેક્સીને જાપાની દાઈચી સેંક્યોને વેચી હતી અને આ ડીલથી તેમની પાસે 9,567 કરોડ રૂપિયા આવી ગયા હતા. આ કંપની તેમને પોતાના પિતા પરવિંદર સિંહ પાસેથી વારસામાં મળી હતી.

સિંહ બંધુઓ રૈનબેક્સી વેંચી

સિંહ બંધુઓ રૈનબેક્સી વેંચી

રૈનબેક્સીને વેચ્યા બાદ પાછલા 10 વર્ષમાં સિંહ બંધુએ ફોર્ટિસ હેલ્થકેર અને રેલિગેર એન્ટરપ્રાઈઝિઝ જેવી એનબીએફસીથી પણ પોતાનું પ્રભાવી નિયંત્રણ ગુમાવી દીધું. જ્યારે સિંહ બંધુઓ દ્વારા રૈનબેક્સી વેચ્યાના બે વર્ષ બાદ જ અજય અને સ્વાતિ પીરામલે પોતાના ફાર્મા કારોબારને અબૉટ લેબોરેટરીઝને વેચી દીધી હતી અને આનાથી તેમને 18,000 કરોડ રૂપિયા મળ્યા હતા. આજે પીરામલ પરિવારે આ રૂપિયાની ફરીથી રોકાણ કરી 25,000 કરોડની સંપત્તિ બનાવી લીધી છે.

ટ્રેઝેડીનો સિલસિલો

ટ્રેઝેડીનો સિલસિલો

સિંહ બંધુઓની સફળતાની ચમકદાર કહાનીમાં ટ્રેઝેડીનો સિલસિલો રૈનબેક્સીને વેચ્યા બાદ શરૂ થયો. રૈનબેક્સી વેચવાથી મળેલી 9500 કરોડની રોકડ રકમમાંથી સિંહ બંધુઓએ 2000 કરોડ રૂપિયા ટેક્સ અને જૂની લોન ચૂકવવામાં ગુમાવી દીધા હતા. બચેલા 7500 કરોડ રૂપિયામાંથી 1750 કરોડ રૂપિયા રેલિગેરમાં લગાવ્યા જેથી કંપનીમાં વધુ પ્રગતિ થઈ શકે. આવી જ રીતે 2230 કરોડ રૂપિયા ફોર્ટિસમાં ગ્રોથ માટે લગાવી દીધા.

આવી રીતે વાપર્યા રૂપિયા

આવી રીતે વાપર્યા રૂપિયા

પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 2700 કરોડ રૂપિયા ગુરુ ઢિલ્લનના પરિવારની કંપનીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત રેલિગેયર અને ફોર્ટિસમાં મરજી મુજબના વિસ્તરણ માટે પૈસા લગાવવામાં આવ્યા, જેમાં ભારે નુકસાન થયું. સિંહ બંધુ હવે આરોપ લગાવી રહ્યા છે કે આમાં ગોધવાનીએ ભારે મનમાની કરી, પરંતુ ગોધવાની સાથે જોડાયેલ સૂત્રો કહે છે કે સિંહ બંધુઓને દરેક પગલાંની જાણકારી હતી અને તેમણે દરેક જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

થયું ભારે નુકસાન

થયું ભારે નુકસાન

સિંહ બંધુઓ પાસેથી મળેલ પૈસાના કારણે ઢિલ્લન પરિવારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કર્યું. મંદીના સમયમાં રેલિગેર અને ફોર્ટિસને લોન ચૂકવવામાં ભારે મુશ્કેલી થવા લાગી. આવી રીતે રિયલ એસ્ટેટમાં મંદી આવવાથી ઢિલ્લન પરિવારને પણ ભારે નુકસાન થયું. જેમાં સૌથી વધુ નુકસાન સિંહ પરિવારને જ થયું. કુલ મળીને કહીએ તો ભારે રોકાણથી કરોડપતી વેપારી પરિવાર આજે બરબાદ થઈ ગયો છે.

સૌથી વધુ નુકસાન સિંહ પરિવારને

સૌથી વધુ નુકસાન સિંહ પરિવારને

આવી રીતે સિંહ બંધુઓએ ઢિલ્લન પરિવારને લગભગ 4000-5000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. પરંતુ આ રૂપિયા તેમને પરત મળી શક્યા નથી. સિંહ બંધુઓથી મળેલ પૈસાના કારણે ઢિલ્લન પરિવારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કર્યું. મંદીના જમાનામાં રિલેગેર અને ફોર્ટિસને લોન ચૂકવવામાં ભારે મુશ્કેલી થવા લાગી. આવી રીતે રિયર એસ્ટેટમાં મંદી આવવાથી ઢિલ્લન પરિવારને ભારે નુકસાન થયું. જેમાં સૌથી વધુ નુકસાન સિંહ પરિવારને જ થયું.

7 ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજની કિંમત7 ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજની કિંમત

English summary
ranbaxy: singh brothers fought, lost 225,00,00,00,000 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X