મોદી સરકાર ધાર્મિક વિભાજન કરી રહી છેઃ રણદીપ સુરજેવાલા
નવી દિલ્લીઃ કોંગ્રેસના સંચાર પ્રમુખ રણદીપ સુરજેવાલાએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમનુ કહેવુ છે કે ભાજપની રાજનીતિ દેશ માટે એક ગંભીર જોખમ છે, બંધારણને તોડી રહી છે અને લઘુમતીઓમાં ડર પેદા કરી રહી છે. કોંગ્રેસે ગુરુવારે પૂછ્યુ કે શું ભારતનુ ભવિષ્ય ધાર્મિક વિભાજન અને આવકની અસમાનતા પર આધારિત હોઈ શકે છે? ભાજપ લોકોનુ વાસ્તવિક ચિંતાઓથી ધ્યાન હટાવવા અને સત્તામાં રહેવા માટે વિભાજનકારી રાજનીતિનો ઉપયોગ કરી રહી છે.
આજે એટલે કે 13 મેથી ઉદયપુરમાં શરુ થતા કોંગ્રેસના ચિંતન શિબિરમાં કોંગ્રેસ શા માટે નવા સંકલ્પની શોધમાં હતી તે વિશે સમજાવતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે શું દેશને આ રીતે ચલાવી શકાય? ભાગલા પાડો અને રાજ કરો એ રાજ્યની નીતિ બની ગઈ છે. પોતાની નિષ્ફળતાઓ અને અદમ્ય પડકારો પરથી ધ્યાન હટાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર લઘુમતીઓને, ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવીને ધાર્મિક વિભાજન કરે છે. તેમણે મુસ્લિમો વિરુદ્ધ નફરતને ચૂંટણી જીતવાની કળામાં પરિવર્તિત કરી છે.
રણદીપ સુરજેવાલાએ કહ્યુ, 'ભાજપની આ નીતનુ મૉડલ દેશ માટે ગંભીર જોખમ છે. બંધારણને તોડી રહ્યુ છે અને લઘુમતીઓમાં ભય પેદા કરે છે. તેઓ મતભેદના બીજ વાવે છે. તે વિવિધ સ્વરુપોમાં આવે છે - તમે શું ખાવ છો, શું પહેરો છો, લાઉડ સ્પીકર, બુલડોઝર, સ્મશાન-કબ્રસ્તાન, મંદિર-મસ્જિદ-ચર્ચ-ગુરુદ્વારા.. વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, રોજગાર, કૃષિ હવે ચૂંટણી પ્રવચનમાં પ્રભુત્વ ધરાવતા નથી. મીડિયાના એક મોટા વર્ગનો ઉપયોગ આ કથાને સેટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.'
તેમણે વધુમાં ઉમેર્યુ કે, 'આજે રાષ્ટ્ર અને તેના નાગરિકો સમક્ષ આ સૌથી મોટો પડકાર છે. શું આ ગાંધી, નેહરુ, પટેલ, બોઝ, તિલક, આંબેડકર, મૌલાના આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, ભગતસિંહ, બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને કરોડો સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત છે? ધર્માંધતા, અંધશ્રદ્ધા, સાંપ્રદાયિકતા, કટ્ટરતા, અન્યાય અને અસહિષ્ણુતાના બુલડોઝરએ ભારતના ભવિષ્યને કચડી નાખ્યું છે. કોંગ્રેસ, જે તેના સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે, તે આ પક્ષો સામે લડવા માટે ચિંતન શિબિરમાં વ્યૂહરચના તૈયાર કરશે. નવો સંકલ્પ ત્યાં આકાર લેશે.' સુરજેવાલાએ સૂચવ્યુ હતું કે સમાજમાં વિભાજન અને નફરતએ એવું વાતાવરણ ઊભું કર્યું છે જેમાં પરંપરાગત રાજનીતિ સફળ થઈ શકતી નથી.
સુરજેવાલાએ કહ્યુ કે, 'રાષ્ટ્ર અને કોંગ્રેસ સામેના પડકારો એકબીજા સાથે જોડાયેલા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે કોઈ જાદુઈ છડી નથી. આપણે આપણી સંસ્થાકીય નબળાઈઓને અંદરથી જોવી પડશે અને તેને દૂર કરવી પડશે પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે આ ઉત્પાદિત નફરત અને ધ્રુવીકરણનો સામનો કેવી રીતે કરવો. રાષ્ટ્રએ નક્કી કરવું પડશે - શું આપણે આવા મુદ્દાઓ પર લડતા રહેવું જોઈએ કે ભાવ, નોકરી, કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? હવે ઉત્તર પ્રદેશમાં કંઈ થશે નહી કારણ કે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. હવે તમે રાજસ્થાન અને કર્ણાટકમાં તણાવ અને હિંસા જોશો. તેઓ મતભેદના બીજ વાવે છે. ચૂંટણીની લણણી કરે છે અને બીજી જગ્યાએ જાય છે.'