For Quick Alerts
For Daily Alerts
બળાત્કારનો આરોપી સરકારી ચોપરમાં બોલિવુડ સ્ટાઇલે ભાગ્યો
શ્રીનગર, 11 માર્ચઃ જમ્મૂ કાશ્મીરમાં બળાત્કારનો એક આરોપી બોલિવુડ સ્ટાઇલમાં ભાગ્યો છે, તે વીવીઆઇપી માટે ઉપયોગમાં લેવામાં આવતા હેલિકોપ્ટરમાં બેસીને ફરાર થઇ ગયો છે. આ વ્યક્તિનું નામ મોહમ્મદ પરવેઝ છે અને તે માન્જાકોટે વિસ્તારના થંડાપાણીનો છે, સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
અન્ય એક આંચકારૂપ સમાચાર એ પણ છે કે તે જમ્મૂમાંથી હેલિકોપ્ટરમાં બેઠો તેના પહેલા તેને જિલ્લા પ્રશાસન તરફથી રૂપિયા પાંચ હજાર પણ ચૂકવવામાં આવ્યા હતા. 25 વર્ષીય પરવેઝે માંજાકોટે વિસ્તારમાં શુક્રવારે એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, આ કથિત આરોપી એ જ સમયે હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હતો જ્યાં એક બસ દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે તે પણ એક ઇજાગ્રસ્ત બની ગયો હતો અને ઇજાગ્રસ્તોને લઇ જઇ રહેલા હોલિકોપ્ટરમાં બેસી ગયો હતો.