For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારતની છબી બગાડવા માટે બનાવવામાં આવી હતી ડોક્યુમેંટ્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 માર્ચ: આંકડાઓ પર ધ્યાન આપીએ તો દર 20 મિનિટમાં એક બળાત્કારની ઘટના ઘટે છે. જોકે આ આંકડાઓ એક હદ સુધી સાફ નથી. આ ઉપરાંત વધુ એક તસવીર છે જેને જાણ્યા બાદ આપ દંગ રહી જશો. અમેરિકામાં દરેક 6.2 મિનિટમાં બળાત્કારની ઘટના રિપોર્ટ કરવામાં આવે છે. દુ:ખની વાત એ છે કે ભારતમાં થયેલા બળાત્કારની ઘટનાને હેડલાઇન બનાવી દેવામાં આવે છે અને આખી દુનિયા રાજધાનીને રેપ કેપિટલ કહેવા લાગે છે. આ ઉપરાંત કાંગો ગણરાજ્યમાં પ્રતિદિન બળાત્કારની એક હજાર ઘટનાઓ નોંધવામાં આવે છે જેના કારણે સંયુક્ત રાષ્ટ્રએ તેને યુદ્ધના સમકક્ષ કરી દીધું છે.

nirbhaya
ભારતને નીચું દેખાડવાની કોશિશ
નિર્ભયા ડોક્યૂમેંટ્રીના પ્રસારણને ઘણી કાયદા નિર્માતાઓએ ભારતની છબીને ખરાબ કરનારી ગણાવી છે. ભારત પર જે પણ ડોક્યૂમેંટ્રી બનાવવામાં આવે છે તેમાં સમસ્યાઓને દર્શાવવામાં આવે છે અથવા તો સ્લમ વિસ્તારોને. વનઇન્ડિયા સાથે વાતચીતમાં કાયદાના ઘણા જાણકારોએ જણાવ્યું કે દરેક વાર્તાના બે પાસા હોય છે પરંતુ દરેક વખતે ભારતની સારાઇને નહીં બતાવતા દરેક વખતે તેની કમિયોને બતાવવામાં આવે છે.

nirbhaya
જ્યારે ચીને દિલ્હીને 'રેપ કેપિટલ' કહ્યું હતું
દિલ્હી ગેંગરેપની ઘટના બાદ 8 ફેબ્રુઆરી 2013ના રોજ ચીનની જાણીતી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ એક આર્ટિકલમાં લખ્યું હતું કે ભારત બળાત્કારો માટે જાણીતો છે જ્યારે ભારતની રાજધાની દિલ્હીને દુનિયાનું રેપ કેપીટલ છે. ત્યારબાદ એક પગલું આગળ વધતા ચીનની એંબસીએ પોતાના દેશના નાગરિકોને દિલ્હીથી સાવધાન રહેવાની સલાહ પણ આપી હતી. આવો આપને ચીનમાં થનારા બળાત્કાર અંગે રસપ્રદ વાતો જણાવીએ.

nirbhaya
બળાત્કાર, ચીનમાં થનારી સૌથી સાધારણ ઘટના છે. પરંતુ અત્રેનું મીડિયા અત્રેની વાત પર કોઇ ચર્ચા નથી કરતું. પરણિત મહિલા પર પતિ દ્વારા કરવામાં આવ્યો બળાત્કાર અને ગે-લેસ્બિયન રેપ ચીનમાં ગુનો માનવામાં નથી આવતો. યૂએસના આંકડાઓ જણાવે છે કે એક વર્ષમાં 31 હજાર 833 બળાત્કારની ઘટનાઓ નોંધવામાં આવી છે. પરંતુ વાત જ્યારે ચીનમાં થનારા ક્રાઇમની થાય છે તો અત્રે સરકાર દ્વારા કોઇ આંકડા નોંધવામાં નથી આવતા. ચીનમાં માત્ર બળાત્કારના આંકડા ઉપલબ્ધ નથી પરંતુ સંઘર્ષમાં માર્યા ગયેલા તિબ્બતના નાગરિકોના આંકડા પણ હાજર નથી.

nirbhaya
યૂએસ ઇચ્છે છે કે તે આંકડાઓ પર ચર્ચા કરે
દુનિયામાં થનારા બળાત્કારની ઘટનાઓમાં અમેરિકા બીજા નંબર પર આવે છે. આપ સાંભળીને આશ્ચર્યમાં પડી જશો કે વર્ષ 2011માં ભારતમાં બળાત્કારની 24 હજાર 206 ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે વર્ષ યૂએસમાં 83 હજાર 425 ઘટનાઓ નોંધાઇ.

English summary
Statistics would indicate that a rape occurs every 20 minutes in India. While this is not a pretty picture, one must picture this. In the United States of America, there is a rape that occurs every 6.2 minutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X