8 મહિના બંધક બનાવી 22 વર્ષની છોકરીનો રેપ કરતા રહ્યા, પછી વેચી
પંજાબના બરનાલા શહેરમાં એકવાર ફરી માણસાઈને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. 22 વર્ષીય યુવતીને 8 મહિના સુધી બંધક બનાવી બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસ દ્વારા પીડિતના નિવેદનના આધારે બે મહિલાઓ સહિત સાત લોકો પર મામલો નોંધવામાં આવ્યો. આ સાત લોકોમાંથી એક શિરોમણિ અકાળી દળનો નેતા છે.

8 મહિના બંધક બનાવી
જ્યારે પોલીસ દ્વારા પીડિતાને ધમકાવવાના આરોપમાં ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું અને મેજિસ્ટ્રેટ દ્વારા પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પીડિતા અને તેમના પરિજનોએ તમામ આરોપીઓ ્ને ધમકી આપનાર પોલીસ અધિકારીઓ પર સખ્ત કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે પીડિતા અને તેના પરિજનોએ ખુદના જીવને ખતરો હોવાનું જણાવી પોલીસ સુરક્ષા માંગી છે.

રેપ કર્યો
આ મામલાની જાણકારી આપતાં પીડિતાના ભાઈએ જણાવ્યું કે ગત વર્ષ 24 જૂન 2020ના રોજ તેમના ઘરે ભાડે રહેવા આવેલી એક મહિલા તેની બહેનને ફોસલાવી અકાળી દળના નેતાના ભાઈના ઘરે લઈ ગઈ જ્યાં પહેલેથી શિરોમણિ અકાળી દળના નેતા, એક તથાકથિત બાબા અને કેટલીક મહિલાઓ સહિત 20થી 25 લોકો હાજર હતા.
ત્યાં તેને પીવા માટે એક કોલ્ડ ડ્રિંક આપી જે પીધા બાદ તેની બહેનને ભાન ના રહી. તે દિવસે જ તેની બહેન સાથે શિરોમણિ અકાળી દળના નેતા, તથાકથિત બાબા અને અન્ય વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો.

પછી વેચી નાખી
તેના ભાઈએ જણાવ્યું કે તેની બહેનને 17 દિવસ બરનાલા જિલ્લાના ગામ પંધેરમાં રાખવામાં આવી અને તે બાદ જિલ્લા સંગરૂરના એક ગામમાં 3 દિવસ રાખવામાં આવી. જે બાદ તેની બહેનને ભઠિંડા લઈ જવામાં આવી જ્યાં જબરદસ્તી તેના લગ્ન કરાવી દેવામાં આવ્યાં અને આરોપીઓએ લગ્નના અવેજમાં 70 હજાર રૂપિયા પણ લીધા હતા.
તેમણે જણાવ્યું કે આ મામલે જ્યારે તેમણે ફરિયાદ નોંધાવી તો ઈન્સપેક્ટરે તેની પાસે પૈસાની માંગ કરી જે બાદ તેમણે એસએસપી બરનાલા સાથે મળવાની કોશિશ કરી પરંતુ તેમને મળવા દેવામાં ના આવ્યા. જે બાદ તેમનો કેસ અન્ય ઈન્સપેક્ટરને આપી દેવામાં આવ્યો. બરનાલા પોલીસના ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા તેની પહેનના આરોપીઓના હકમાં નિવેદન આપવા માટે ધમકાવ્યા. તેને ભઠિંડામાં રાખવામાં આવી ત્યારે 3 લાખ રૂપિયામાં વેચવાની વાત ચાલી રહી હતી જે તેની બહેને સાંભળી લીધું અને તે ત્યાંથી કેમક રીતે નિકળીને ભાગી આવી અને પોતાની માતાનો સંપર્ક કર્યો.

કાર્યવાહીની માંગ કરી
ભાઈએ ણાવ્યું કે જ્યારે તે પોતાની બહેનને લઈ ગયા ત્યારે તે નશાની હાલતમાં હતી અને તે બાદ તેમણે તેને સરકારી હોસ્પિટલ બરનાલામાં દાખલ કરાવી. તેમણે આ સમગ્ર મામલે શિરોમણિ અકાળી દળના નેતા, તથાકથિત બાબા અને બરનાલા પોલીસના પોલીસના ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
બ્રહ્માસ્ત્ર પહેલાં આ પ્રોજેક્ટમાં જોવા મળશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
જ્યારે છોકરીએ કહ્યું કે આરોપીઓ દ્વારા તેને સતત પરેશાન કરવામાં આવી રહી હતી અને તેને ધમકીઓ આપવામાં આવી રહી હતી. પીડિતાએ પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાની માંગ કરતા કહ્યું કે તેને જીવનો ખતરો છે.