• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

200 મહિલાઓ સાથે બળાત્કાર કરનારાઓને મળી માત્ર 10 વર્ષની સજા

By Kumar Dushyant
|
stop-rape-601
આદિત્યપુર, 27 જૂન: ગરીબોની એક વસ્તી, અહીં ગુંડારાજ, દરરોજ મહિલાઓની સાથે છેડતી કરતો એક નામચીન ગુંડો, જેના પર નેતાઓનો હાથ, ફિલ્મોમાં તમે આવો સીન જરૂર જોયો હશે. કંઇક એવું જ દરરોજ ઝારખંડના ક્ષેત્ર આદિત્યપુરની રામ મડઇયા વસ્તીમાં થાય છે. આ વસ્તીનો નામચીન ગુંડો રતન લોહરા વસ્તીની છોકરીઓને દરરોજ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. લગભગ 200 છોકરીઓના રેપ કરનાર રતન લોહાર જ વસ્તીની જ 12 મહિલાઓના નિવેદન પર કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી. રાજકીય વગ ધરાવનાર રતને જેલ જતાં પહેલાં પોલીસવાળાઓની સામે જ વસ્તીવાળાઓને ધમકી આપી, બહાર આવતાં જ લાશોના ઢગલા કરી દઇશ.

રામ મડઇયા વસ્તીની કહાણી એકદમ દર્દનાક છે. વસ્તીવાળા પોતે ન્યાયની લડાઇ લડવા માટે મજબૂર છે. વસ્તીના લોકોનો ગુસ્સો 5મે 2012ની અડધી રાત્રે તે સમયે ફૂટી પડ્યો, જ્યારે રતન લોહારે વસ્તીની એક છોકરી સાથે બળજબરી કરી રહ્યો હતો. છોકરીની ઇજ્જત સાથે ખિલવાડ થતાં જોઇએ લોકોએ તેમના ઘર પર હુમલો બોલી દિધો. બીજી તરફ અપરાધીના ઘરેથી તાબડતોડ ગોળીઓ ચાલવા લાગી, તેમછતાં વસ્તીના લોકોએ તેના ઘરમાં ઘૂસીને તોડફોડ શરૂ કરી દિધી. વસ્તીની 12 મહિલાઓએ રતન પર વસ્તીની મહિલાઓ સાથે વર્ષોથી દુષ્કર્મ કરવાનો કેદ દાખલ કરાવ્યો અને તેને જેલ મોકલી આપ્યો.

વસ્તીની લગભગ બસો મહિલાઓને હવશનો શિકાર બનાવી ડર ફેલાવવાના આરોપમાં કુખ્યાત અપરાધી રતન લોહારને સરાયકેલા કે એડીજે વન ગિરીશચંદ્ર સિંહાને દસ વર્ષની સશ્રમ જેલની સાથે 50 હજાર રૂપિયા રોકડ દંડનો ફેંસલો સંભળાવ્યો છે. વસ્તીવાસીઓની સાથે મળીને રતન લોહારની વિરૂદ્ધ લડી રહેલા બનેવી રાજેન્દ્ર કર્મકારે જણાવ્યું કે બુધવારની સાંજ જેમ જ એડીજે વને સજા સંભળાવી, રતન લોહાર કોર્ટથી બહાર આવતાં તેને ખુલ્લી ધમકી આપી કે અપીલ બેલમાં બહાર અવી રહ્યો છું, વસ્તીમાં લાશોના ઢગલા કરી દઇશ. રાજેન્દ્ર કર્મકારે રતન લોહારને સજા અપાવવા માટે બધા સાક્ષીઓને સુરક્ષિત કોર્ટ લાવીને સાક્ષી કરવવાની જવાબદારી સંભાળી હતી.

વસ્તીવાસીઓનું કહેવું છે કે તેને જેવા દુષ્કર્મો કર્યા છે, તે મુજબ આ સજા ઓછી છે. ગુરૂવારે હજારો મહિલા-પુરૂષોએ બેઠક કરી આ નિર્ણય લીધો છે કે તે હવે ઉપલી કોર્ટમાં નિચલી કોર્ટના ચૂકાદાને પડકાર આપશે. આવા કુખ્યાત અપરાધીને ઓછામાં ઓછી આજીવન જેલ અથવા ફાંસીની સજા આપવાની માંગણી કરશે.

વસ્તીના લોકોને ગુલામ બનાવીને રાખતો હતો કુખ્યાત રતન

રતન લાહોર વસ્તીમાં કોલસાનો ગેરકાનૂની વેપાર, સ્થાયી મુર્ગાપાડા અને સ્ક્રેપ ચાલતો હતો. તે વસ્તીના લોકોને ગુલામ બનાવીને રાખતો હતો. વસ્તીવાસીઓના અનુસાર રતન લોહાર દરરોજ વસ્તીની કોઇને કોઇ મહિલા તથા યુવતીની સાથે દુષ્કર્મ કરતો હતો. રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હોવાથી તે રતન લોહાર એક પ્રકારે વસ્તીમાં તાલિબાની સામ્રાજ્ય ચાલતું હતું. તેના માટે લોકોને મારવા સામાન્ય વાત હતી. વસ્તીવાળાઓને કહ્યું કે વિરોધ કરનારાઓને હત્યા પણ કરી દેતો હતો.

અફસોસ આપણા દેશમાં

- આ આપણા દેશનું દુર્ભાગ્ય જ છે જ્યાં નિયમ કાયદા આટલા કાયદા કડક હોવાછતાં આજે પણ મહિલાઓ આ પ્રકારના અપરાધીઓની હવસનો શિકાર બની રહી છે.

- રાજકીય સંબંધોના લીધે આવા અપરાધી પોતાની મનમાની કરતાં આવ્યા છે. આવા બળાત્કારીને કઠોર સજા મળવા છતાં સામાન્ય સજા આપી શકાય છે.

- આ ઘટનાથી ખબર પડે છે કે મહિલાઓની સુરક્ષાને લઇને આજ સુધી કોઇ નકકર પગલાં ભરવામાં આવ્યા નથી.

English summary
The report came from Mdiya Ram Adityapur in Jharkhand where a man allegedly raped around 200 women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more