પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન એનાયત
નવી દિલ્હીઃ પ્રજાસત્તા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નના નામોની ઘોષણા કરી દેવામાં આી છે. સમાજસેવી નાનાજી દેશમુખ અને સંગીતકાર-ગાયક ભૂપેન હજારિકાને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરેલ નિવેદનમાં ભારત રત્નના નામોનું એલાન થઈ ગયું છે. જેમાં પૂ્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને પણ ભારત રત્ન આપવામાં આશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી જ્યાં લાંબા સમય સુધી રાજનીતિમાં રહ્યા અને દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. પ્રણવ મુખરજી 2012થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ ર્યા છે જ્યારે નાનાજી દેશમુખ સમાજસેવા માટે જાણીતા છે. પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર ભૂપેન હજારિકાએ પોતાના સંગીત અને ગાયનથી દેશ વિદેશમાં ખાસ્સી એવી લોકપ્રિયતા મેળવી છે.
ભારત રત્ન માટે નામોની ઘોષણા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણ નામચીન હસ્તીઓના વખાણ કરતાં તેમને શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે પ્રણવ દા અમારા સમયના એક ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે દશકા સુધી દેશની નિસ્વાર્થ અને અથાગ સેવા કરી છે. સંગીતકાર અને ગાયક ભૂપેન હજારિકા માટે તેમણે લખ્યું કે તેમના ગીત અને સંગીત પેઢીઓથી લોકો દ્વારા વખાણવામાં આવે છે. તેમનાથી ન્યાય, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ જાય છે. જ્યારે સમાજસેવી નાનાજી દેશમુખના સામાજિક કાર્યોના વખાણ કરતાં પીએમ મોદીએ લખ્યું કે ગ્રામીણ વિકાસ માટે નાનાજી દેશમુખના મહત્વપૂર્ણ યોગદાને ગામમાં રહેતા લોકોને સશક્ત બનાવવા એક નવી પ્રતિમાનનો રસ્તો દેખાડ્યો.
ગૌતમ ગંભીર અને મનોજ વાજપેયી સહિત 112ને પદ્મ પુરસ્કાર, જુઓ સંપૂર્ણ યાદી