રિસોર્ટમાં ચાલતી હતી Rave Party અને પોલીસે માર્યો છાપો
નાસિકમાં હાઇ પ્રોફાઇલ સોસાયટીના લોકો દ્વારા અશ્લીલ ડાંસ અને ગૈરકાનૂની રીતે શરાબ પાર્ટી કરવાના એક મામલે સાત યુવતીઓ સમતે 15 લોકોની અટક કરવામાં આવી છે. નાસિકના ટાકે ઘોટીમાં રેનફોરેસ્ટ રિસોર્ટ પર ઇગતપુરી પોલિસે છાપો મારે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરતી યુવતીઓને પકડી છે. પોલિસના જણાવ્યા મુજબ આ રેવ પાર્ટીમાં જે લોકો પકડાયા છે તેમનો હાઇપ્રોફાઇલ લોકો સાથે સંબંધ પણ છે.
પુણેના જી.એમ.બાયોસાઇડ કંપનીના ડિલર્સની મીટિંગ દરમિયાન આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી બાતમી પોલીસે મળતા તેણે કાર્યવાહી કરી હતી. આ મમાલે કંપનીના મેનેજર અને અધિકારીઓની અટક કરવામાં આવી છે. ડિજેવાલા સમેત પોલીસ 7 લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ તમામ પર અનુમતી વગર પાર્ટી કરવા, અશ્લીલ ડાન્સ કરવા અને ગૈરકાનૂની રીતે દારૂ પીવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. મંગળવારે મોડી રાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અને સ્થાનિક નાગરિકોની ફરિયાદના આધારે આ પગલા લેવામાં આવ્યા છે.