• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેવ પાર્ટીમાં થઇ રહ્યો હતો ન્યૂડ ડાન્સ, રેડ બાદ 14 છોકરીઓ સહિત 36ની ધરપકડ

By Kumar Dushyant
|

હૈદરાબાદ, 13 જુલાઇ: આંધ્ર પ્રદેશમાં વેશ્યાવૃત્તિનો ધંધો બિન્દાસપણે ચાલી રહ્યો છે. રેવ પાર્ટીના બહાને અહીંની પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હૈદરાબાદની બહારી વિસ્તારમાં ચાલી રહેલી રેવ પાટીનો પર્દાફાશ કર્યો છે. રેવ પાર્ટીમાંથી 14 છોકરીઓ સહિત 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે કે રેવ પાર્ટીમાં વેશ્યાવૃત્તિનો ધંધો ચાલી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર સાઇબર પોલીસે સમીરપેટ નજીક મોડી રાત્રે એક પોલ્ટ્રી ફાર્મ પર રેડ પાડી. અહીં રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે જે સમયે રેડ પાડી તે સમયે ઘણી છોકરીઓ ન્યૂડ ડાન્સ કરી રહી હતી. છોકરા-છોકરીઓ ડ્રગ્સના નશામાં ચૂર હતા. પોલીસે ઘટનાસ્થળેથી 14 છોકરીઓ અને 12 છોકરાઓની ધરપકડ કરી છે.

ધરપકડ કરવામાં આવેલા કપલ્સને પોલીસ પૂછપરછ કરી છે. તો બીજી તરફ પોલીસ એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આમાં કઇ ગેંગનો હાથ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઇ જેવા મહાનગરો બાદ રેવ પાર્ટીનું કલ્ચર હૈદરાબાદમાં પણ શરૂ થઇ રહ્યું છે. આ પહેલાં પણ ફેબ્રુઆરીમાં પણ સમીરપેટમાં આવી રેવ પાર્ટીનો પર્દાફાશ થયો હતો જેમાં 10 મહિલાઓ સહિત 41 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

English summary
The police arrested 36 culprits along with 12 girls who are doing obscene dances and it is found that all these arrested are the children of VIPs of Hyderabad .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X