For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજના મંચ પરથી રઝા મુરાદે કર્યા મોદી પર શાબ્દિક પ્રહાર

|
Google Oneindia Gujarati News

raza-murad
ભોપાલ, 9 ઑગસ્ટઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના મંચ પરથી બૉલીવુડ અભિનેતા રઝા મુરાદે મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે. ભોપાલમાં એક સભા દરમિયાન રજા મુરાદે કહ્યું કે ટોપી પહેરવી સારી વાત છે, પરંતુ કોઇને ટોપી પહેરાવવી એ અયોગ્ય વાત છે.

રજા મુરાદે મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, શિવરાજ પણ ટોપી પહેરે છે. ટોપી પહેરવાથી ધર્મ બદલાઇ જતો નથી. કોઇની ખુશીમાં સામેલ થવાથી ધર્મ ભ્રષ્ટ થતો નથી. અમુક મુખ્યમંત્રીઓએ શિવરાજ પાસેથી શીખવું જોઇએ.

એક તરફ મોદીને નિશાન બનાવી મુરાદ પ્રહાર કરતા રહ્યાં અને બીજી તરફ મોદીની પ્રચાર સમિતિના સભ્ય શિવરાજ મૌન રહીને સાંભળતા રહ્યાં. નોંધનીય છે કે, 18 સપ્ટેમ્બર 2011ના સદભાવના ઉપવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ મંચ પર એક ઇમામ તરફથી સાર્વજનિક રીતે પહેરાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં ઇમામે તેમને શાલ ઓઢાડી હતી.

English summary
Raza Murad attacks on Modi in presence of Shivraj Singh Chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X