For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 લોકસભા ચૂંટણી પહેલા RBI એ મોદી સરકારની ચિંતા વધારી

લોકસભા ચૂંટણીને હવે એક વર્ષ પણ નથી બચ્યુ અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના સર્વેએ મોદી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીને હવે એક વર્ષ પણ નથી બચ્યુ અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના સર્વેએ મોદી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. દર વખતે મોંઘવારી, રોજગાર અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓ પર પોતાની સરકારની પ્રશંસા કરનાર ભાજપ નેતાઓની આરબીઆઈના આંકડાઓએ પોલ ખોલી દીધી છે. આઈબીઆઈ દ્વારા જારી કરાયેલ સર્વે અનુસાર દેશમાં 48 ટકા લોકોનું માનવુ છે કે છેલ્લા બે વર્ષના મુકાબલે આ વર્ષે દેશની અર્થવ્યવસ્થા કથળી છે.

44 ટકા લોકોએ માન્યુ દેશમાં ઓછા થયા રોજગારના અવસર

44 ટકા લોકોએ માન્યુ દેશમાં ઓછા થયા રોજગારના અવસર

આરબીઆઈના સર્વેમાં 44 ટકા લોકોનું માનવુ છે કે દેશમાં રોજગારના અવસર ઘટ્યા છે. આ વાત મોદી સરકાર માટે એટલા માટે પણ ખતરાની ઘંટી છે કારણકે માર્ચ 2018 ના સર્વેમાં રોજગારના અવસરો પર સવાલ ઉઠાવનાર લોકો ઓછા હતા. વળી, 2016 ડિસેમ્બરમાં 39 ટકા લોકોએ રોજગારના અવસર ઓછા માન્યા હતા.

ખાદ્ય પદાર્થો થયા મોંઘા

ખાદ્ય પદાર્થો થયા મોંઘા

સમય વીતવા સાથે મોદી સરકારના ઘણા કામો પર સવાલો ઉઠી રહ્યા છે. રોજગારની હાલત ઉપરાંત ખાદ્ય પદાર્થોના ભાવો માટે પણ દેશની જનતા મોદી સરકારથી ખુશ નથી જણાતી. દેશમાં રોજિંદા વ્યવહારની ચીજ વસ્તુઓમાં સતત વૃદ્ધિ થઈ રહી છે એવુ 88 ટકા લોકોનું માનવુ છે. વળી, 83 ટકા લોકોએ કયાસ લગાવ્યો છે કે આવનારા સમયમાં રોજિંદા જીવનની ચીજ વસ્તુઓમાં હજુ વધારો થશે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ખાદ્ય પદાર્થોના ભાવમાં હજુ વધારો થઈ શકે છે તે અંગે પણ લોકો ચિંતિત જણાયા.

છ શહેરોમાં કરાયો સર્વે

છ શહેરોમાં કરાયો સર્વે

આરબીઆઈનો આ સર્વે છ મેટ્રો શહેરોમાં કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં 5077 લોકોના આધારે આ સર્વે તૈયાર કર્યો છે. 5077 લોકો પાસેથી સામાન્ય આર્થિક સ્થિત, રોજગાર, આવક, ખર્ચ વગેરે વિશેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

English summary
RBI survey makes question on modi government Economy worsened since 2016
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X