500-2000 બાદ હવે 100 રુપિયાની નવી નોટ જારી કરશે આરબીઆઇ

Subscribe to Oneindia News

દેશમાં વિમુદ્રીકરણનો નિર્ણય લાગૂ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક લગભગ રોજ નવા નિર્ણય કરે છે. મંગળવારે પણ આરબીઆઇ તરફથી એક આવા સમાચાર આવ્યા છે.

rs

ભારતાય રિઝર્વ બેંક ટૂંક સમયમાં 100 રુપિયાની નવી નોટ જારી કરશે. પરંતુ સાથે સાથે જૂની નોટ પણ ચાલતી રહેશે. આ નવી 100 રુપિયાની નોટની ખાસિયત એ હશે કે બંને નંબર પેનલમાં કોઇ અંગ્રેજ લેટર નહિ હોય. સાથે જ આરબીઆઇ 20 અને 50 રુપિયાની નવી નોટ પણ જારી કરશે. તમને જણાવી દઇએ કે 50 રુપિયાની નવી નોટ 2005 ની મહાત્મા ગાંધી સીરિઝમાં છાપવામાં આવશે. 50 રુપિયાની આ નવી નોટના બંને નંબર પેનલમાં કોઇ ઇનસેટ લેટર નહિ હોય. આરબીઆઇ મુજબ 20 અને 50 રુપિયાની નવી નોટો જારી કરવા છતાં જૂની નોટો પહેલાની જેમ જ માન્ય રહેશે.

આ નોટ વર્ષ 2016 થી જારી કરવામાં આવશે અને સાથે જ આમાં વર્તમાન આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. આ નવી નોટોમાં બાકીની ડિઝાઇન અને સુરક્ષાની ખૂબીઓ જૂની નોટોની જેમ હશે. આ ઉપરાંત આ નોટોમાં ચઢતા ક્રમમાં અંક છપાયેલા હશે. તમને જણાવી દઇએ કે 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમુદ્રીકરણના નિર્ણય બાદ 500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ 500 અને 1000 ની નોટો જારી કરવામાં આવી.

English summary
RBI will shortly issue Rs 100 banknotes without inset letter in both the numbering panels. Old Rs 100 notes to continue as legal tender: RBI
Please Wait while comments are loading...