For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલી હુમલા અંગે PM મોદી, જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય

નક્સલીઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે સુકમાના ચિંતાગુફા વિસ્તારમાં થયેલી અથડામણમાં 25 જવાન શહીદ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને પેલિકૉપ્ટરથી રાયપુર મોકલવામાં આવ્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

છત્તીસગઢ ના સુકમા માં નકસલી હુમલામાં સીઆરપીએફ ના 25 જવાનો શહીદ થતાં તમામ મોટા નેતાઓએ આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી છે. નક્લસવાદીઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે સુકમાના ચિંતાગુફા વિસ્તારમાં અથડામણ થઇ હતી, જેમાં 25 જવાન શહીદ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને હેલિકૉપ્ટરથી રાયપુર મોકલવામાં આવ્યા છે, ત્રણ ઇજાગ્રસ્ત જવાનોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાઇ રહ્યું છે. આ હુમલા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંગે તાત્કાલિક બેઠક બોલાવી છે.

અહીં વાંચો - છત્તીસગઢમાં નકસલી હુમલો, CRPFના 26 જવાન શહીદઅહીં વાંચો - છત્તીસગઢમાં નકસલી હુમલો, CRPFના 26 જવાન શહીદ

narendra modi

આ મામલે છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ આ મામલા પર નજર રાખી રહ્યાં છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આગળની રણનીતિ પર વાત કરવામાં આવશે. તેમણે શહીદ થયેલ સૈનિકોના પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે, સીઆિપીએફના જવાનો પર થયેલ હુમલા અંગે તેઓ અત્યંત દુઃખી છે. તેમણે શહીદ થયેલ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથ સિંહે ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીરને પણ છત્તીસગઢ જવા જણાવ્યું છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરતાં શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી છે.

સુકમામાં ઘટેલ આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જવાનોનું મૃત્યુ વ્યર્થ નહીં જાય.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ રીતની હિંસા સહન કરવામાં નહીં આવે. આ દુઃખના સમયે હું શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.

કેન્દ્રિય મંત્રી એમ.વૈંકેયા નાયડૂએ પણ સુકમા હુમલા અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, માઓવાદીઓનો આ એક કાયર હુમલો છે.

કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ પણ આ હુમલા પર શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ સૈનિકોના જુસ્સાને સલામ કરે છે અને પોતાનો જીવ ન્યોછાવર કરનાર સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

English summary
Reactions of political leaders on Sukma Naxal attack, many CRPF personals killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X