For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘વાજપાઇ કહેશે તો પરત કરી દઇશ ભારત રત્ન’

By Super
|
Google Oneindia Gujarati News

amrtya-sen
નવી દિલ્હી, 26 જુલાઇઃ નોબેલ પુરસ્કારથી સંન્માનિત અમર્ત્ય સેને કહ્યું છે કે, જો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયાપી દ્વારા ભારત રત્ન પરત કરવા અંગે કહેવામાં આવશે તો હું પરત કરી દઇશ. સેન, ભાજપના સાંસદ ચંદન મિત્રાના એ નિવેદનથી દુઃખી છે, જેમાં ભારત રત્ન પરત લઇ લેવાની માંગ કરવામાં આવી હતી. અમર્ત્ય સેનના મુખેથી નરેન્દ્ર મોદીની ટીકા પાર્ટીને ગમી નથી. સેને થોડા દિવસ પહેલા ગુજરાતના વિકાસ પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે તેમની નજરમાં મોદી પ્રધાનમંત્રી પદને લાયક નથી.

અમર્ત્ય સેને કહ્યું કે, જો અટલ બિહારી વાજપાઇ કહેશે તો ભારત રત્ન પરત કરી દઇશ. અમર્ત્ય સેનનું આ િનિવેદન ઘણું બધું કહી જાય છે. અર્થશાસ્ત્રમાં પોતાના યોગદાન માટે 1998માં નોબેલ પુરસ્કારથી સન્માનિત સેનને 1999માં અટલ બિહારી વાજપાયીની નેતૃત્વવાળી એનડીએ સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

નોંધનીય છે કે, તાજેતરમાં અમર્ત્ય સેને સીએનએન આઇબીએનને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે પીએમ પદ માટે મોદી તેમને પસંદ નથી. સેનના આ નિયમ પર ભાજપ લાલઘુમ થઇ ગયું હતું. ભારતના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવેલા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પાસેથી આ સન્માન પરત લઇ લેવાની ધમકી આપવામાં આવી.

ભાજપના રાજ્યસભાના સાંસદ ચંદન મિત્રાએ 23 જુલાઇએ ટ્વિટ કર્યું હતું કે, અમર્ત્ય સેન કહે છે કે, તેઓ નથી ઇચ્છતા મોદી ભારતના પીએમ બને. શું સેન ભારતના મતદાતા છે? આગામી એનડીએ સરકારે તેમની પાસેથી ભારત રત્ન પરત લઇ લેવો જોઇએ.

English summary
A major slugfest erupted on Thursday over BJP MP Chandan Mitra's demand for stripping nobel laureate Amartya Sen of the Bharat Ratna award and the economist offering to return it if Atal Bihari Vajpayee asks him to do so.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X